"આગામી દાયકો આપણો છે": Koo ના સીઇઓ અપ્રમાયા રાધાકૃષ્ણ - At This Time

“આગામી દાયકો આપણો છે”: Koo ના સીઇઓ અપ્રમાયા રાધાકૃષ્ણ


અમદાવાદ, 6 જુલાઇ 2022,બુધવાર ગુજરાતના ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભારત સરકાર દ્વારા આયોજિત આ ડિજિટલ ઈન્ડિયા સપ્તાહની શરૂઆત કરી હતી.આ કાર્યક્રમમાં બીજા દિવસે સ્ટાર્ટઅપ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેશભરના તમામ ટેક સ્ટાર્ટઅપ્સે ભાગ લીધો હતો અને પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્ન અનુસાર તેમની ભાવિ યોજનાઓ વિશે ચર્ચા કરી હતી.2020માં તેની શરૂઆત થઈ ત્યારથી, ભારતની બહુભાષી સોશિયલ મીડિયા એપ્લિકેશન - Koo - સમગ્ર ભારતમાં અવાજોને મૂળ ભાષામાં મુક્તપણે અભિવ્યક્ત કરવા માટે સશક્તિકરણ કરી રહી છે. ભારતમાંથી વિશ્વમાં બનેલા આ પ્લેટફોર્મનો ઉપયોગ નાઈજીરિયામાં પણ થઈ રહ્યો છે અને ભવિષ્યમાં વિશ્વના અન્ય દેશોમાં પણ તેની સફળતા દેખાઈ રહી છેગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીકમાં પેનલ ચર્ચામાં, કૂના સહ-સ્થાપક અને સીઈઓ, અપ્રેમ્યા રાધાકૃષ્ણાએ પણ ભાગ લીધો હતો. આ સાથે જ તેમણે સ્વદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મની શક્તિનો પરિચય આપતા કહ્યું હતુ કે, "આગામી દાયકો આપણો છે".Koo AppParticipated at the Digital India Week event at Gandhinagar! What an atmosphere of positivity here! Great to be witness to the launch of all the wonderful new digital initiatives by our very own Union Ministers @rajeev_chandrasekhar @ashwinivaishnaw under the leadership of @narendramodi. The next decade is ours . #indiastechade #diw2022View attached media content- Aprameya Radhakrishna (@aprameya) 5 July 2022આ કાર્યક્રમમાં રાધાકૃષ્ણએ કહ્યું કે,આજે સોશિયલ મીડિયા કેન્દ્રિય છે, પરંતુ આગામી પાંચ વર્ષમાં આ ક્ષેત્રનું વિકેન્દ્રીકરણ થશે અને કૂ તેને સક્ષમ બનાવશે. જે બાદ રાધાકૃષ્ણએ પોતાની કૂ પોસ્ટમાં લખ્યુ કે, ગાંધીનગર ખાતે ડિજિટલ ઈન્ડિયા વીક ઈવેન્ટમાં ભાગ લીધો! અહીં કેવું સકારાત્મક વાતાવરણ છે!વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આપણા કેન્દ્રીય પ્રધાનો રાજીવ ચંદ્રશેખર અને અશ્વિની વૈષ્ણવ દ્વારા તમામ શ્રેષ્ઠ નવી ડિજિટલ પહેલોના લોન્ચિંગને જોવું ખૂબ જ સરસ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ, ડિજિટલ ઈન્ડિયા વીકમાં ભારતભરમાંથી ટેક સ્ટાર્ટઅપ્સ ભાગ લે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.