દેશના તમામ ખેડૂતોને તેમજવારસાઈએન્ટ્રીથી ખેડૂત બનેલા તમામને કિસાન નિધિ સહાય બે હજાર રૂપિયા ચૂકવો :ટિમ ગબ્બરની માંગ ,
વિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના સુરતના એડવોકેટ કે.એચ.ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી દ્વારા વડાપ્રધાન, કેન્દ્રીય કૃષિ મંત્રી, મુખ્યમંત્રી સહિતનાને રજુઆત કરી જણાવેલ છે કે,સરકાર દ્વારા જે ખેડૂતોને સહાય રૂપે કિસાન નિધિ યોજના અમલ મૂકવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય કામગીરી છે અને આ યોજના થકી નાના ખેડૂતોને જીવન નિર્વાહ કરવામાં વધુ સરળતા રહે છે.પરંતુ તારીખ ૧-૧૨-૨૦૧૮ થી અમલમાં મુકેલ હતી જેમાં જે ખેડૂત ભાઈઓએ ઓનલાઇન નોંધણી કરાવેલ હતી તેને લાભ મળતો હતો અને છેલ્લી તારીખ ૩૧-૧- ૨૦૧૯ સુધીમાં જે ખેડૂતોએ સહાય માટે ઓનલાઈન ફોર્મ ભર્યા હતા તે ખેડૂતોને લાભ મળે છે અને ત્યારબાદ ૧-૨-૨૦૧૯થી ૧ -૬ -૨૨ના દિવસથી સુધી માં નવા ખેડૂતોએ જે નવી વારસાઈ એન્ટ્રી કરાવી હોય અને ઓનલાઈન ફોર્મ ભરી દીધેલા છે તે અપ્રુવ થતા નથી જે ફોર્મ ત્રણ વર્ષથી ઓનલાઇન ભરી દીધેલ છે તેને પણ કિસાન નિધિ યોજનાનો લાભ મળતો હતો અને જે ખરેખર ખેડૂત હકદાર છે આવા ખેડૂતોએ ઓનલાઇન ફોર્મ જે તારીખથી ભરેલું હોય તેને તેની બાકી વર્ષની રહેતી તમામ રકમ તેના ખાતામાં ચુકવવામાં આવે તેવી અમારી ટિમ ગબ્બરની માગણીને ધ્યાનમાં લઇ યોગ્ય આદેશ ફરવાવવા અરજસહ રજૂઆત છે અમારી આ રજુઆત સંબંધે કરેલ કાર્યવાહીનો લેખિતમાં જવાબ નાગરિક અધિકાર પત્ર હેઠળ અમારા ટિમ ગબ્બરના સરનામે મોકલી આપવા અરજ કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર ,
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.