શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી નો ઉજવાશે રજત જયંત મહોત્સવ
દામનગર શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી નો ઉજવાશે રજત જયંત મહોત્સવ
જુદા જુદા ક્ષેત્રમાં સેવા પ્રદાન કરનારા સેવા કર્મી ઓનું સન્માન થશે શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લી નો રજત જયંત મહોત્સવ આગામી તા.૧૦ જુલાઈ ના રોજ ભવ્યાતીભવ્ય રીતે ઉજવાશે. આ અંગે મંડળીના સ્થાપક ચેરમેનશ્રી હરજીભાઈ નારોલા એ માહિતી આપતા જણાવ્યુ છે કે ઉચ્ચ ભાવનાથી સ્થાપેલી આપણી મડંળી ના ઉજ્જવળ અને યશસ્વી ૨૫ વર્ષ (૧૯૯૭-૨૦૨૨) પૂર્ણ થવા જાય છે મડંળીનું આ રજત જ્યંત વર્ષ છે ૨૫ વર્ષના સમય ગાળા દરમ્યાન આપણી મંડળી અમરેલી જીલ્લાની નામાંકિત મંડળી ઓની હરોળમાં સ્થાન ધરાવે છે.ભતુકાળમાં ગુજરાત રાજ્ય સહકારી સંઘ લી તરફથી શ્રેષ્ઠ મંડળી તરીકે પરિતોષક અને પ્રષશાપત્ર મળેલ છે જે ગૌરવની વાત છે મંડળીએ ૨૫ વર્ષના સમયકાળ દરમ્યાન ઉત્કષ્ટ પરિણામો હાંસલ કરી મજબુતાઈ થી પ્રગતિ
કરી છે અઢી દાયકા ના દરમ્યાન મડંળી સભાસદો ને ખૂબ જ ટેકારૂપ બની છે ત્યારે મડંળી ની ૨૫ વર્ષની
યશોગાથા સાથે “રજત જયંત મહોત્સવ” ની ઉજવણી સહર્ષ કરી રહયા છીએ સાથે જેઓ નિસ્વાર્થ પણે સામાજીક,શેક્ષણિક ધાર્મિક અને રચનાત્મક સેવા કાયોમાં નોંધપાત્ર યોગદાન આપી ચુક્યા છે અને વર્તમાન માં આપી રહયા છે તેવા ૧૦૨ (એકસો બે) સેવા કર્મી ઓનું ખબુ જ હોશથી ભવ્ય રીતે સન્માન કરી રહયા છીએ આ સેવા સન્માન માટે મરણોત્તર સન્માન દેહદાતા પરિવાર સન્માન, ચક્ષુદાતા પરિવાર સન્માન અને વર્તમાન માં સેવા કરતા કર્મયોગી ઓની કર્મયોગી સેવા સન્માન માટે પસંદગી કરવામાં આવી છે.વિશેષ માં દામનગર માં સેવા કરતી ૧૧ અગિયાર સંસ્થા ઓને રજત જયંત મહોત્સવ ની ભેટ રૂપે દરેકને રૂ.૧૧,૧૧૧/-ની સહાય ના ચેક અર્પણ કરવામાં આવશે આ સન્માન નો શભુ ઉદ્દેશ એ છે કે આવી સેવા પ્રવૃત્તિ ઓની સૌને વિસ્તૃત જાણકારી થાય જેથી યુવાનો અને સેવા કર્મી ઓને પ્રોત્સાહન અને પ્રેરણા મળે આથી સદપ્રવૃત્તિ ઓનો વ્યાપ વિકસે સદપ્રવૃત્તિ ઓ ધબકતી રહે તેવી શભુ ભાવના છે.મંડળીએ વર્ષ ૨૦૨૧/૨૨ માં ગત વર્ષે ૫૪.૧૮ લાખનો માતબર નફો કયો છે આ રજત જયતં મહોત્સવ પ્રસગે સભાસદો ને વસ્તુ ભેટ સાથે ૧૨ % ડીવીડન્ડ અપાશે.વિશેષ માં ધિરાણ વ્યાજદરમાં ૨% ઘટાડાની રાહત ભેટ ઉપરાંત સોના-ચાંદીના દાગીના ઉપરાંત ધિરાણ આપવાની પણ જાહેરાત કરી છે સભાસદના આકસ્મિક મૃત્યુ ના પ્રસંગે સભાસદના વારસદારોને રૂ.૫૦,૦૦૦/- પચાસ હજાર મૃત્યુ સહાય આપવાની જાહેરાત કરી છે આમ સભાસદ હીત લક્ષી પ્રવૃત્તિ એજ મંડળીની નેમ અને ધ્યેય છે મંડળીના રજત જયતં મહોત્સવ ઉજવણી માટે સભાસદોમાં ખબુ જ ઉત્સાહ અને આનદં નું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ રજત જ્યંત મહોત્સવ ને યાદગાર બનાવવા સમારોહ ના અધ્યક્ષ શ્રી નિવૃત રેન્જ આઈ જી હરેકૃષ્ણભાઈ પટેલ માનનીય માધરવા સવાણી તેમજ માનવ સેવા ટ્રસ્ટ ના CEO બી એલ રાજપરા તેમજ બી.એસ કોઠીયા સાહેબ જનરલ મેનેજર શ્રી A.J.M.S.B સહિત ના મહાનુભવો ની ઉપસ્થતી માં ઉજવાશે
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.