AMC અધિકારીઓનો CMOમાં વધતો દબદબો,પરાગ શાહ OSD તરીકે નિમાયા
અમદાવાદ, તા. 5 જુલાઇ 2022, મંગળવારઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટોચના પદાધિકારીઓને મસમોટા પ્રમોશન મળી રહ્યાં છે. રૂપાણી સરકારના એકાએક રાજીનામા બાદ નિમાયેલ નવી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મુખ્યમંત્રીના OSD તરીકેનો ચાર્જ AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર એન એન દવેને આપ્યા બાદ હવે AMCના જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આ પદભાર આપવામાં આવ્યો છે.મુખ્યમંત્રી ઓફિસ દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર મુખ્યમંત્રીના OSD તરીકેની જવાબદારી એન એન દવેને સ્થાને હવે પરાગ શાહને આપવામાં આવી છે. પરાગ શાહ મુખ્યમંત્રી કાર્યાલયમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (IT) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે પરાગ શાહ AMCમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને હાલ તેઓ ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ઈનચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.ભૂપેન્દ્ર પટેલનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાતમા અધિકારી છે, જેમને ગાંધીનગરનું પ્રમોશન આપવામાં આવ્યું છે. શાહ 2008થી ગુજરાત સરકારના વિવિધ પદો પર સેવા આપી ચૂક્યા છે અને હવે તેમને મુખ્યમંત્રીના OSD બનાવવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.