જામજોધપુર તાલુકાના સતાપર ગામમાંથી ગેરકાયદે ખનીજ ચોરી પકડાઈ: રૂપિયા 50 લાખની મશીનરી કબજે - At This Time

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાંથી ગેરકાયદે ખનીજ ચોરી પકડાઈ: રૂપિયા 50 લાખની મશીનરી કબજે


જામનગર તા 5 જુલાઈ 2022,મંગળવાર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સત્તાપર ગામમાં સરકારી ખરાબ ની જગ્યા માંથી ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવતી હોવાથી જામજોધપુર પોલીસે ધરોડો પાડયો હતો, અને ચોરી ના ઉપયોગમાં લેવામાં આવતા જેસીબી મશીન- વાહનો સહિત રૂપિયા અડધા લાખની માલ સામગ્રી જપ્ત કરી લેવામાં આવી છે.જામજોધપુર તાલુકાના જસાપર ગામમાં ગેરકાયદે ખનીજ ચોરી થઈ રહી છે અને સતાપર ગામના પ્રફુલભાઈ ચૌહાણ નામના શખ્સ દ્વારા બહારથી જેસીબી મશીનો ટ્રેક્ટર વગેરે મંગાવીને ગેરકાયદે માટીનું ખોદકામ કરીને તેની હેરફેર કરવામાં આવી રહી છે, તેવી બાતમી જામજોધપુર પોલીસને મળી હતી. તેથી ગઈ રાત્રે પોલીસે સતાપર ગામમાં દરોડો પાડ્યો હતો.જે દરમિયાન મોટાપાયે ખનીજ ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.પોલીસે સ્થળ પરથી રૂપિયા ૨૦ લાખની કિંમતના બે જેસીબી મશીન, ઉપરાંત ૬ ટ્રેક્ટર વગેરે મળી કુલ રૂપિયા અડધા લાખની કિંમતના વાહન મશીનરી વગેરે કરજે કરી લીધા છે, અને ખનીજ ખાતાને જાણ કરવામાં આવી છે.જેથી ખાણ ખનીજ ખાતાની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, અને સર્વે નું કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.