વડોદરા: વોર્ડ નંબર 16 ના ભાજપ સંગઠનના મહિલા આગેવાને કામ અટકાવતા લોકોનો વિરોધ
વડોદરા,તા.5 જુલાઈ 2022,મંગળવારભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાન પિન્કીબેન શાહે વરસાદી પાણીના નિકાલની કામગીરી અટકાવતા ડભોઇ વાઘોડિયા રીંગરોડના નાગરિકો એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો જે વિરોધમાં કોંગ્રેસના કોર્પોરેટર એ સુર પુરાવ્યો હતો.વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 16 માં આવતા ડભોઈ વાઘોડિયા રીંગરોડ ખાતેના વ્રજ ડુપ્લેક્સ ની બાજુમાં આવેલી ખાનગી માલિકીની જગ્યામાં વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોએ તે પાણીના નિકાલ કરવા માટે જે.સી.બી મશીન મોકલાવી કામગીરી શરૂ કરાવી હતી જોકે આ કામગીરી શરૂ થતા ની સાથેજ ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાન પિન્કીબેન શાહે આ કામગીરીને અટકાવી હતી તેઓ આક્ષેપ સ્થાનિકોએ પ્રતિક્રિયા આપતા કર્યો છે સ્થાનિકોએ જણાવ્યું છે કે પિન્કીબેને આ અંગે જમીન માલિકને જણાવતા જમીન માલિકી આ કામગીરી રોકાવી હતી અને અમને ધમકી પણ આપી છે. સ્થાનિકોઇ ઉમેર્યું હતું કે આ ખાનગી માલિકીની જમીન ના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જમીનની પાસે પારાવાર ગંદકી છે અને વરસાદી પાણી પણ ભરાઈ જવાથી દૂષિત પાણી વ્રજ ડુપ્લેક્સ તેમજ આસપાસના વિસ્તારના લોકોને પીવું પડી રહ્યું છે. સ્થાનિકો એ વિરોધ નોંધાવતા પાલિકાના કોંગ્રેસ પક્ષના સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કોંગ્રેસી કોર્પોરેટર અલકાબેન પટેલ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. કોંગ્રેસ પક્ષના સ્થાનિક કોર્પોરેટર અલકાબેન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ અંગે તેઓની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન પિન્કીબેન શાહ એ વાતચીત પણ કરી છે અને કામગીરી તેઓએ જ અટકાવી હોવાનું અલકાબેનને જણાવ્યું હતું. સાથેજ ઉમેર્યું હતું કે આ અંગે મેયર કેયુર રોકડિયાનો ધ્યાન દોર્યું હોવાનું પણ કહ્યું હતું. સમગ્ર મામલામાં જ્યારે ભાજપી મહિલા આગેવાની કામગીરી અટકાવી છે તો કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અલકાબેન પટેલે કામગીરી પૂર્ણ કરાવશે તેવી મક્કમતા દર્શાવી છે ત્યારે સ્થાનિકોની સમસ્યાનો અંત અને કામગીરી પૂર્ણ ક્યારે થશે તે હવે જોવાનું રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, પિન્કીબેન શાહે અગાઉ વોર્ડમાં કામગીરી ન થતી હોવાની ફરિયાદ પીએમ પોર્ટલ પર પણ કરી હતી ત્યારે પિન્કીબેન શાહને તેમના કોર્પોરેટરો સાથે ફાવતું નથી પરંતુ દક્ષિણ ઝોનના કેટલાક અધિકારીઓ સાથે પણ કુદરત વર્તન કરતા હોવાનું બહાર આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.