રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચકાસણી કરવામાં આવેલ.
રાજકોટ શહેર તા.૫/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નંદનવન મેઇન રોડ, મવડી વિસ્તારમાં ચકાસણી તથા અવેરનેસ હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨૦ પેઢીની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતાં ઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૪ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧) મિલન ખમણ (૨) શ્રીજી કેક શોપ (૩) શ્રીજી આઇસક્રીમ (૪) શિવ રામકૃપા ગોલાવાળા (૫) ખોડલ મૈસૂર ફેંન્સી ઢોસા (૬) શ્રીનાથજી કોઠી આઈસ્ક્રીમ (૭) બજરંગ પાન & કોલ્ડ્રિંક્સ (૮) ઓમ ડ્રાઇફ્રુટ વર્લ્ડ (૯) રસરંજન આઇસ્ક્રીમ (૧૦) ડી.કે.લાઇવ બેકરી (૧૧) કિરણ બેકર્સ (૧૨) એવરેસ્ટ કોલ્ડ હાઉસ (૧૩) શિવ સુપર માર્કેટ (૧૪) આઇ વરુડી ડેરી ફાર્મ (૧૫) મૈત્રી ખાખરા (૧૬) નંદનવન ડેરી ફાર્મ (૧૭) મનમંદિર ડેરી ફાર્મ (૧૮) ડિલક્સ શિંગોળા પાન (૧૯) પટેલ પાણીપુરી (૨૦) ગીતા પ્રોવિઝન સ્ટોરની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.