રાજકોટ શહેર પટેલ વિહાર રેસ્ટોરેન્ટના માલીકનો ગળાફાંસો ખાય આપઘાત.
રાજકોટ શહેર તા.૫/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર આનંદ બંગલા ચોક પાસે કૃષ્ણનગર મેઈન રોડ ધોળકિયા સ્કૂલ પાસે આવેલી અવકાશ સ્કેવરમાં રહેતા હસમુખભાઈ પરસોતમભાઈ પાંચાણી જાતે.પટેલ ઉ.૬૫ એ વહેલી સવારે પોતાના ઘરે હોલમાં પંખામાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે ૪ વાગ્યે પત્ની જાગ્યા ત્યારે ઘરના હોલમાં જતા પતિ લટકતી હાલતમાં દેખાયા. પરિવારજનો અને પાડોશીઓ જાગી જતા ત્યાં દોડી ગયા હતા અને ૧૦૮ને જાણ કરતા EMT એ પહોંચી હસમુખભાઈને મૃતજાહેર કર્યો હતા. ૧૦૮ના સ્ટાફે બનાવ અંગે તુરંત ૧૦૦ નંબર પર કંટ્રોલરૂમમાં જાણ કરતા જ માલવીયા પોલીસ મથકના ASI ગીતાબેન પંડ્યા અને સ્ટાફ બનાવવાળી જગ્યાએ પહોંચી ગયો હતો અને ત્યાં જઈને જોતા હસમુખભાઈ નો મૃતદેહ લટકતી હાલતમાં હતો તેમજ જરૂરી કાગળો કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હસમુખભાઈના પત્નીએ જણાવ્યું હતું કે આજે રાત્રે તેઓ સુતા હતા ત્યારબાદ પતિ ન દેખાતા તેઓ બહાર હોલમાં ગયા હતા ત્યાં જઈને જોયું તો પતિ ત્યાં લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે તપાસ કરતા હસમુખભાઇને રાજકોટની નામાંકિત ગોંડલ રોડ અને યુનિવર્સિટી રોડ પર પટેલ વિહાર નામની રેસ્ટોરન્ટ છે. જેઓ તેનું સંચાલન પોતે જ કરતા હતા. પરંતુ કોરોના કાળ બાદ ધંધો બરાબર ચાલતો નહોતો. તેઓ ચિંતામાં રહેતા હતા. ગઈકાલે અચાનક પગલું ભરી લેતા પટેલ પરિવારમાં શોક છવાયો છે.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.