સમસ્ત મહાજન દ્વારા ભીલડીયાજી ખાતે કાર્યકર્તાઓની ચિંતન શીબીર સમસ્ત મહાજનનાં તમામ જીવદયા કાર્યકર્તાઓએ ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ - At This Time

સમસ્ત મહાજન દ્વારા ભીલડીયાજી ખાતે કાર્યકર્તાઓની ચિંતન શીબીર સમસ્ત મહાજનનાં તમામ જીવદયા કાર્યકર્તાઓએ ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ


સમસ્ત મહાજન દ્વારા ભીલડીયાજી ખાતે કાર્યકર્તાઓની ચિંતન શીબીર
સમસ્ત મહાજનનાં તમામ જીવદયા કાર્યકર્તાઓએ ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રણ

જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસચારાની ઉપલબધ્ના, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા સમસ્ત મહાજનનાં તમામ જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ બે દિવસ ભેગા રહે, એક્બીજાનો પરીચય થાય, એક બીજાની હૂંફ મળે અને એકબીજાનો સહકાર મળે તે માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ (મોઃ ૯૮૨૦૦ ૨૦૯૭૬) અને સાથી ટીમના માર્ગદર્શનમાં સમસ્ત મહાજન દ્રારા જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ માટે બે દિવસીય, નિવાસી, પ્રવાસી, ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ચિંતન શિબીરમાં તમામ કાર્યકર્તાઓ છેલ્લા ૮ મહિનામાં શું–શું કાર્ય કર્યું તેની માહિતી આપશે. તથા બધા જ ટીમના લીડર તેની કામગીરી માટેનો રીપોર્ટ, સ્ક્રીન પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પણ અપાશે તથા હવેના ચાર મહિનાની રણનિતી તૈયાર કરવામાં આવશે. કોને કઈ જવાબદારી સોંપવી તે નકકી કરવામાં આવશે. આ ચિંતન શિબીરમાં ગુજરાત સરકારનાં પ્રધાનો, ધારાસભ્યશ્રીઓ, જીવદયા શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. ભીલડીયાજી ચિંતન શિબીર દરમ્યાન પ્રથમ દિવસે નેસડા ગામમાં બનેલ ગૌચર, તળાવ, ૧૬૦૦ વૃક્ષોનું વાવેતરનું નિરીક્ષણ કરવામાં આવશે.
સમસ્ત મહાજનની જીવદયા કાર્યકર્તાઓની આ ચિંતન શિબીરની વિશેષ જાણકારી તથા રજીસ્ટ્રેશન માટે ગિરીશ શાહ (મો. ૯૮૨૦૦ ૨૦૯૭૬), દેવેન્દ્ર જૈન (મો.૯૮૨૫૧ ૨૯૧૧૧), મિતલ ખેતાણી (મો: ૯૮૨૪૨ ૨૧૯૯૯) નો સંપર્ક કરવા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.