માળીયા હાટીના તાલુકા ના ચોરવાડ અને આજુ બાજુ વિસ્તારના લાભાર્થી ઓને પિન્ક કાર્ડ વિસ્તરણ કરવામા આવ્યું
જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી રચિત રાજ સાહેબ દ્વારા શરૂ કરાયેલા પિન્ક કાર્ડ યોજના દ્વારા
" મારી દીકરી મારું અભિમાન અને મારું સ્વાભિમાન " અંતર્ગત આ યોજનાનો લાભ આપવા ચોરવાડ શહેર ભાજપ પ્રમુખશ્રી મંથન ડાભી અને ચોરવાડ નગરપાલિકા સદસ્ય શ્રી દિલીપભાઈ શાહનાં પ્રયત્નોથી 75 મો આઝાદી અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ચોરવાડ તથા આજુબાજુના ગામોના 75 પરિવારનાં પિન્ક કાર્ડ લાભાર્થીઓનાં ડેટા કલેક્ટ કરી મામલતદાર કચેરી માળીયાથી પિન્ક કાર્ડ ઇસ્યુ કરાવડાવી આજરોજ ચોરવાડ મુકામે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ યોજના અંતર્ગત જે દંપતિ ૦૧ અથવા ૦૨ દીકરી ધરાવે છે, તેમને આ કાર્ડનો ફાયદો મળશે પિન્ક કાર્ડ ધરાવનારને સરકારી કચેરીઓમાં કોઈપણ જાતની કામગીરી માટે લાઈનમાં ઊભા રહેવું નહીં પડે.
નગરપાલિકા સદસ્ય શ્રી દિલીપભાઈ શાહ તથા ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ શ્રી મંથન ડાભીનાં આ પ્રયત્નથી પિન્ક કાર્ડ લાભાર્થીઓ તથા ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી.
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.