લાકડિયા માં ગૌવંશ માં લેમ્પિ સ્કિન વાયરસ ના લીધે ગાયો અને નંદી ની હાલત દયનીય બની
લેમ્પિ સ્કિન રોગ થી લાકડિયા માં રખડતી ગાયો અને નંદી માં પણ અસર જોવા મળી રહી છે જેમાં એક ગાય ને ત્રણ એક દિવસ પહેલા સારવાર આપ્યા બાદ પણ મોત નીપજ્યું હતું અને કેટલીક ફરી રહેલ ગાયો અને નંદી માં આ વાયરસ ના સંકેત દેખાય રહ્યા છે જો આવી રખડતી ગૌવંશ ને સમય સર સારવાર નહીં સાંપડે તો આ બિમારી વધુ રખડતા ઢોરો માં ફેલાય શકે છે તો તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરીને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવી લેમ્પિ સ્કિન રોગ થી પીડાતી ફરી રહેલ ગાયો ને સારવાર આપવા યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ સરકારી પશુ ચિકિત્સક દ્વારા જે તે ગામ માં આવા સંજોગોમાં કેવી રીતે સારવાર આપી શકે તે ઉપરી અધિકારીઓ દ્વારા નિર્દેશિત કરવું જોઈએ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.