દૂધના ભાવ વધવાની શક્યતાઃ GST હેઠળ આવતા થશે અસર
જીએસટીકાઉન્સિલે અમુક ખાદ્યપદાર્થો, અનાજ વગેરે પરની કર મુક્તિ પાછી ખેંચી લીધી છે અને હવે ૫% જીએસટીલાગશે. આ નિર્ણય પછી, પેકેજડ દહીં, લસ્સી અને છાશ જેવી દૂધની બનાવટોની કિંમતો વધવાની તૈયારીમાં છે. આ ઉપરાંત, ઘઉં અને અન્ય અનાજના લોટ અને ગોળ પર ૫% જીએસટી લાદવાને કારણે પેકેજડ દૂધ પણ આગામી સમયમાં મોંઘા થઈ શકે છે, જે હાલમાં જીએસટીના દાયરાની બહાર છે.
માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે જીએસટીકાઉન્સિલના પગલાંથી ડેરી કંપનીઓને વધારાના ખર્ચની અસરમાંથી પસાર થવા માટે તેમના ગ્રાહક ભાવમાં વધારો કરવાની ફરજ પડશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટીકાઉન્સિલે તેની ૪૭મી બેઠકમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી, ચોક્કસ ખાદ્ય ચીજવસ્તુઓ, અનાજ વગેરે પર જીએસટીમુક્તિ આપવામાં આવતી હતી, જો બ્રાન્ડેડ ન હોય અથવા બ્રાન્ડના અધિકારને માફ કરવામાં આવ્યો હતો. જેને સુધારવાની ભલામણ કરવામાં આવી છે.
ICICI સિક્યોરિટીઝ રિસર્ચ એનાલિસ્ટ્સ અનિરુદ્ધ જોષી, મનોજ મેનન, કરણ ભુવનિયા અને પ્રાંજલ ગર્ગે તેમની સંશોધન નોંધમાં જણાવ્યું હતું કે દહીં અને લસ્સી પરનો જીએસટીદર હાલમાં શૂન્ય છે, જેને વધારીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે મોટાભાગની ડેરી કંપનીઓ માટે દહીં મુખ્ય ઉત્પાદન છે અને તેમની કુલ કમાણીમાં દહીં અને લસ્સીનો ફાળો ૧૫ થી ૨૫ ટકા છે.
વિશ્લેષકોના મતે, દહીં પર પાંચ જીએસટીવસૂલવાના નિર્ણયને કારણે ડેરી કંપનીઓ ઇનપુટ ક્રેડિટ (પેકેજિંગ મટિરિયલ, ચોક્કસ કાચો માલ, જાહેરાત-ખર્ચ, પરિવહન અને નૂર ખર્ચ વગેરે) મેળવી શકશે. આ સ્થિતિમાં, અમે માનીએ છીએ કે ગ્રાહકો પર જીએસટીના ચોખ્ખી અસર ૨-૩ ટકાની રેન્જમાં રહેશે, એમ તેમણે જણાવ્યું હતું.
દહીં અને લસ્સી પર જીએસટીવસૂલવાના નિર્ણયને ધ્યાનમાં લેતા, વિશ્લેષકો માને છે કે મોટાભાગની ડેરી પ્રોડક્ટ્સ હવે જીએસટીના દાયરામાં છે. આઈસ્ક્રીમ, પનીર અને ઘી જેવી કેટલીક ડેરી પ્રોડક્ટ્સ પહેલેથી જ જીએસટીના દાયરામાં છે. જો કે, હજુ પણ પેકેજડ દૂધ પર કોઈ જીએસટી નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.