બર્થડે ઉજવવા ભેગા થયેલા પરિવારને ગાળો બોલી લાકડીથી હુમલો
વડોદરા,અકોટા દાંડિયાબજાર બ્રિજ પર સોલર પેનલ પાસે બર્થડે ઉજવવા માટે ઉભેલા પરિવારના ફોટા પાડતા કાર ચાલકને અટકાવતા પરિવાર પર કાર ચાલકે લાકડી વડે હુમલો કર્યો હતો.જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.ગોત્રી ગદાપુરા વિસ્તારમાં વુુડાના મકાનમાં રહેતા જ્યંતિ વિઠ્ઠલભાઇ માછીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા.૩૦ મી જૂને મારા દીકરા રવિશના પત્ની રવિનાની બર્થડે હતી.અમે અકોટા બ્રિજ પર સોલર પેનલની નીચે કેક કાપવાનું નક્કી કર્યુ હતું.હું મારો છોકરો રવિશ,તેની પત્ની રવિના, મોટો દીકરો અજય તેની પ ત્ની આશા અને રવિનાની બહેનપણીઓ રાતે સાડા દશ વાગ્યે નીકળી અકોટા બ્રિજ પર સોલર પેનલની નીચે ગયા હતા.અમે કેક કાપવાના હતા.તે દરમિયાન વરસાદ પડવાનો ચાલુ થઇ ગયો હતો.જેથી,અમે બધા બાજુમાં ઉભા રહી ગયા હતા.તે સમયે અમારી નજીકમાં એક સફેદ કલરની ફોર વ્હીલર આવીને ઉભી હતી.તે કારમાંથી બે છોકરાઓ અમારા તેમજ છોકરીઓના ફોટા તેમના ફોનમાંથી પાડતા હતા.મારા પુત્ર અજયે તેઓને ફોટા નહી પાડવા માટે જણાવતા કારચાલક ઉશ્કેરાઇને અમને ગાળો બોલવા લાગ્યો હતો.તેણે કારમાંથી લાકડી કાઢી મારા દીકરા અજયના માથામાં મારી દેતા તે નીચે પડી ગયો હતો.તે દરમિયાન લોકો ભેગા થઇ જતા કારના કાચ તોડી નાંખ્યા હતા.ટોળાનો રોષ જોઇને કાર ચાલક અને તેનો સાગરિત કાર લઇને ભાગી ગયા હતા.રાવપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને કારચાલકની શોધખોળ હાથ ધરી છે.બ્રિજ પર ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજની પોલીસે ચકાસણી હાથ ધરી છે.પરંતુ,પોલીસને કારનો નંબર મળ્યો નથી.તૂટેલા કાર વાળી કાચ પોલીસ શોધી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.