અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં યુવતીનું અપહરણ
- યુવકે યુવતીના બીજા ફોનમાં જૂના કોલ રેકોર્ડિંગ હોવાનું કહીને લાફા માર્યાઅમદાવાદ, તા. 03 જુલાઈ 2022, રવિવારશહેરના જૂના વાડજ વિસ્તારમાં રહેતી એક 29 વર્ષીય યુવતીના અપહરણ કરવામાં આવ્યું હતું. યુવતીનો પૂર્વ પ્રેમી તેને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને શનિવારના રોજ તેનું અપહરણ કરી લીધું હતું. કેસની વિગતો પ્રમાણે યુવતી અગાઉ આશ્રમ રોડ ખાતે આવેલી કન્સલ્ટન્સીમાં નોકરી કરતી હતી અને તેને કન્સલ્ટન્સીના માલિક કેતન સાથે પ્રેમ સંબંધ હતો. જોકે તેમના લગ્ન થઈ ગયા હોવાથી તેણીએ સંબંધ પૂરો કરી નાખ્યો હતો અને 5 મહિના પહેલા નોકરી છોડી દીધી હતી. ત્યાર બાદ છેલ્લા 10 દિવસથી તેણે પરિમલ ગાર્ડન વિસ્તારમાં આવેલી એક કન્સલ્ટન્સીમાં રિસેપ્શનિસ્ટ અને ટેલિફોન ઓપરેટર તરીકે કામ શરૂ કર્યું હતું. જોકે કેતન દ્વારા વારંવાર સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું. શનિવારના રોજ સાંજના સમયે નોકરી પરથી છૂટીને તે જ્યારે ફેરફિલ્ડ હોટેલ પાસે પહોંચી ત્યારે કેતનના 2 મિત્રોએ તેને અટકાવીને કેતન સાથે વાત કરવા કહ્યું હતું. એટલી વારમાં કેતન પણ ઉસ્માનપુરા બાજુએથી ક્રેટા કાર લઈને ત્યાં પહોંચી ગયો હતો અને યુવતીને ગાડીમાં નહીં બેસે તો ઘરે આવીને ઉપાડી જશે તેવી ધમકી આપી હતી. યુવતીએ ગાડીમાં બેસવાની ના પાડી એટલે કેતનના કહેવાથી તેના બંને મિત્રોએ તેને ઉંચકીને ગાડીની પાછળની સીટમાં બેસાડી દીધી હતી અને તેનો ફોન ઝૂંટવી લેવામાં આવ્યો હતો. યુવતીના બીજા ફોનમાં રેકોર્ડિંગ હોવાનું કહીને લાફા માર્યાબાદમાં કેતને સાબરમતી ચાંદખેડા થઈને જુંડાલ સર્કલ પાસે અંધારામાં ગાડીને ઉભી રાખી હતી અને પાછળ આવીને બેસી ગયો હતો. કેતને યુવતીને કહ્યું હતું કે, 'મને ખબર છે તારા પાસે બીજો મોબાઈલ છે જેમાં મારા બધા રેકોર્ડિંગ છે.' આમ કહીને તેણે પર્સ તોડી નાખ્યું હતું અને બીજો ફોન મળી આવતા યુવતીને લાફા મારવા લાગ્યો હતો. બાદમાં તેના મિત્રોએ તેને અટકાવ્યો હતો અને તે જ્યારે ઉતરવા ગયો ત્યારે યુવતી પણ દોડીને રસ્તા પર પહોંચી ગઈ હતી. બાદમાં યુવતીએ રસ્તા પરથી રીક્ષા કરી હતી અને તેમાં બેસીને 100 નંબર અને 181 મહિલા હેલ્પલાઈન નંબરનો સંપર્ક સાધ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.