રાજકોટની 5 પેઢી પર બીજા દિવસે GSTની તપાસ ચાલુ
જૂનાગઢ અને દ્વારકાની પેઢીમાં તપાસ કરાઈ
ખોટી વેરાશાખ લેવા મુદ્દે રાજ્યભરમાં જીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં રાજકોટની 5 પેઢી પર તપાસ કરાઈ છે. આ સિવાય જૂનાગઢ, દ્વારકાની પેઢીમાં પણ તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, જેમને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા એ પેઢીના માલિકો ખોટી વેરાશાખ લઈ લેતા હતા અને ભરવા પાત્ર ટેક્સ પણ નહોતા ભરતા. આમ આ બાતમી મળ્યા બાદ જીએસટીની ટીમે તપાસ હાથ ધરી હતી. શુક્રવારે શરૂ થયેલી તપાસ શનિવારે પણ ચાલુ રહી હતી અને સોમવારે તપાસ પૂર્ણ થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.