હલકી ગુણવત્તાના ઈમ્યુનિટી બૂસ્ટરના રૂપિયા 7 લાખના જથ્થાનો નાશ કરાયો
જેમાં ભેળસેળ મળી તે રૂ.9 લાખના તેલને RUCOને આપી દેવા હુકમ.
રાજકોટ શહેરમાં ભેળસેળિયા તત્ત્વો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે. તેલ, ઘી સહિતમાં અનેક ભેળસેળ બાદ ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે વેચાતા પીણા અને પાઉડર પણ હલકી ગુણવત્તાના નીકળે છે એવા લાખો રૂપિયાના માલનો નાશ કરાયો છે. મનપાની ફૂડ શાખાએ ડિસ્ટ્રિક્ટ લેવલ એડવાઈઝરી કમિટીની બેઠક મળી હતી જેમાં જણાવ્યું હતું કે, જૂના માર્કેટ યાર્ડ પાસે દુકાન નં. જી-6માં સોનિયા ટ્રેડર્સમાંથી સનફ્લાવર ઓઇલના નમૂના લીધા હતા જેમાં ભેળસેળ નીકળી હતી અને આ બદલ 50,000નો દંડ પણ કરાયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.