કૂપનમાં વ્યક્તિદીઠ 13 રૂપિયામાં 10 કિલો અનાજ મળે; ફેરિયા કિલોએ 12માં ખરીદે, 16માં હોલસેલરને વેચે
પરસાણાનગરમાંથી 34100 કિલો ઘઉં-ચોખા મળ્યા હતા, જંગી જથ્થો કેવી રીતે ભેગો થયો તે માટે તપાસ કરતાં જ બહાર આવી ગેરકાયદે સપ્લાય ચેઈન
દુકાનોની બહાર જ રિક્ષા લઈને ઊભા રહી ત્યાં જ સોદો પાડી દેતા હવે ફોન નંબર આપી દેવાયા છે જેથી એક કોલ કરતાં જ ઘરેથી માલ લઈ જાય છે
રાજકોટના પરસાણાનગરમાંથી 34100 કિલો અનધિકૃત અનાજ પકડાયું છે જેમાં અલ્તાફ નામના વેપારીએ આ તમામ અનાજ રિક્ષાવાળાઓ પાસેથી લીધું છે અને તે રિક્ષાવાળાઓ કૂપનધારકો પાસેથી ખરીદે છે. પુરવઠા વિભાગે આ તમામ જથ્થો હસ્તગત કરી લીધો છે અને આ જંગી જથ્થો ભેગો કઈ રીતે અને કેટલા કૂપનધારકો પાસેથી કરાયો તે કોઇને ખબર નથી.
ખરેખર સસ્તું અનાજ કાળાબજારીમાં વેચવા માટે આખી સપ્લાય ચેઈન ચાલે છે જેમાં કૂપનધારકોથી માંડી હોલસેલર સુધીના જોડાયેલા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.