*બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા મહિલા તાલીમાર્થીઓને દ્વિ-દિવસીય વૃતિકા (સ્ટાઇપેંડ) ની તાલીમ અપાઇ* - At This Time

*બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા મહિલા તાલીમાર્થીઓને દ્વિ-દિવસીય વૃતિકા (સ્ટાઇપેંડ) ની તાલીમ અપાઇ* ————


*બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા મહિલા તાલીમાર્થીઓને દ્વિ-દિવસીય વૃતિકા (સ્ટાઇપેંડ) ની તાલીમ અપાઇ*
------------
*બોટાદની મહિલા કોલેજની ૨૮ બહેનોને ફળ અને શાકભાજીની વિવિધ બનાવટોની સાથે ફળ શાકભાજીના મૃલ્યવર્ધન અંગે તાલીમબધ્ધ કરાયાં*
------------

માહિતી બ્યુરો, બોટાદ તા.૨ :- જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા બોટાદની શ્રી વી.એમ.સાકરીયા મહિલા કોલેજ ખાતે દ્વિ-દિવસીય મહિલા તાલીમાર્થીઓને વૃતિકા (સ્ટાઇપેંડ) અંતર્ગત તાલીમનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે ભાવનગરના મદદનીશ બાગાયત અધિકારીશ્રી એમ.એન.રાઠોડ અને બાગાયત નિરીક્ષક સુશ્રી આશિફા એચ.મોમીને શ્રી વી.એમ.સાકરીયાએ મહિલાઓ ઘર આંગણે જ સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે હેતુસર મહિલા કોલેજની ૨૮ બહેનોને ફળ અને શાકભાજીની વિવિધ બનાવટોમાં મિક્ષ શાકભાજીનું અથાણું અને સોસ, મિક્ષ ફ્રુટનો જામ, જાંબુનો શરબત, ટુટીફુટી વગેરે જેવી બનાવટો સ્થળ પર જ બનાવવા ઉપરાંત ફળ શાકભાજીના મૃલ્યવર્ધન અંગે તાલીમબધ્ધ કરાયાં હતાં.
આ વેળાએ બોટાદ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી જે.ડી.વાળાએ સરકારશ્રીની જન કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી પુરી પાડવાની સાથોસાથ ફળ અને શાકભાજીની વિવિધ બનાવટો અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી જે.ડી.વાળા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે ૨૯ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં. આ પ્રસંગે તાલીમાર્થી બહેનોએ તાલીમ અંગેના પ્રતિભાવો રજૂ કર્યાં હતાં. બાગાયત મદદનીશશ્રી પ્રવિણભાઇ શિયાળીયાએ આ તાલીમનું આયોજન કર્યું હતું.
૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.