બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રેશનિંગ ની દુકાન કરાઇ સીલ.
બોટાદ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ભાવનગર રોડ પર આવેલ રેશનિંગ ની દુકાન ૨૯/૦૬/૨૦૨૨ ના રોજ સીલ કરાઈ દુકાન પર નોટિસ લગાવેલ તેમાં જણાવવામાં આવે છે કે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આકસ્મિક તપાસણી સમયે સરકાર માન્ય રેશનની દુકાન બંધ હોય દુકાન બંધ રાખવા અંગે કોઈ પૂર્વ મંજૂરી કે પછી પરવાનગી મેળવેલ ન હોય જેથી જ્યાં સુધી અંગેની પૂર્વ પરવાનગી ન મળે ત્યાં સુધી સીલ ખોલવુ નહીં કે દુકાન ખોલવી નહીં જો આમ કરવામાં આવશે તો ધોરણસર ની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવી.
તેમજ દુકાન બંધ રાખવા અંગેના ખુલાસા સહિત દુકાન દારે જિલ્લા પુરવઠા અધિકારી કચેરી બોટાદ ખાતે હાજર રહેવા જણાવામાં આવેલ આ સંપૂર્ણ માહિતી દુકાન પર લગાવેલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા નોટિસ પરથી માલુમ પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદમાં અમુક રેશન વિતરણ દુકાન ધારકો અનાજ નો જથ્થો ઓછો આપે છે એમ લોકોનું કહેવું છે તો સાહેબ આવા અનાજ માફિયા વિરૂદ્ધ કોઈ આકરા પગલાં કે કાર્યવાહી કરશે કે કેમ?
એટ ધીસ ટાઈમ ન્યુઝ જિલ્લા પુરવઠા અધિકારી ની કામગીરી ને બિરદાવે છે અને સતત આવા પ્રકાર ની કામગીરી થતી રહે એવી કામના સાથે અનેક શુભેચ્છા
. ripot- asharaf jangad
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.