કીટીપરામાં પૈસાની લેતીદેતીમાં યુવકને છરી ઝીંકી:ત્રણ શખ્સો સામે ફરિયાદ
કીટીપરામાં આવેલા આવાસ યોજનામાં રહેતા જાગીદ ઉર્ફે બોડો ગોરધનભાઇ રાઠોડ(ઉ.વ.35)એ ફરિયાદમાં તેના જ વિસ્તારમાં અજય ઉર્ફે અજલો,પ્રતાપ ઉર્ફે બાડો અને ઉડીયાનું નામ આપતા તેઓની સામે મારકુટ અને જીપીએકટ 135 હેઠળની કલમ હેઠળ તેઓની સામે કાર્યવાહી કરાઈ છે.
જાગીદે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરિવાર સાથે રહુ છુ અને હું છુટક મજુરી કામ કરી મારા પરીવારનુ ગુજરાન ચલાવુ છું અને અમારા આવાસ યોજનાના કવાટરમા મારા સગા કાકાનો દિકરો વિકી રાઠોડ તથા હિક રાઠોડ રહે છે.તા.01/07 ના રોજ રાત્રીના હું સિંધી કોલોની માથી બકાલુ ભરવાના ઝબલા લઇ કીટીપરા આવાસ યોજનાના કવાટરમાં વિંગ એ પાસે પહોંચતા મારા કાકા નો દિકરો વીકી તથા હિક અમારી આવાસ યોજનામાં રહેતા અજય ઉર્ફે અજલો,તેનો સગો ભાઇ પ્રતાપ ઉર્ફે બાડો અને ઉડીયો બધા વચ્ચે બોલાચાલી થતી હોય
જેથી મેં મારા કાકાના દિકરા વિકીને પુછેલ કે શા માટે ઝગડો કરો છો જેથી વિકીએ મને કહેલ કે ઉંડીયાને મેં આજથી આશરે દોઢ માસ પહેલા રૂ.1000 આપેલ હતા અને જેમાથી આ ઉડીયા એ મને રૂ.500 પરત આપી દિધેલ છે અને બાકીના રૂપિયા આ ઉડીયા પાસે માગતા તે મારી સાથે બોલાચાલી કરે છે. બાદમાં મે આ ઉડીયાને રૂપિયા પરત આપવાનું કહેતા આ ઉડીયો,અજય ઉર્ફે અજલો અને પ્રતાપ ઉર્ફે બાડો મારી સાથે ઊંચા અવાજે વાતો કરી મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા જેથી મે તેઓને ગાળો દેવાની ના પાડતા
આ ત્રણેય જણા મને જેમ ફાવે તેમ ઢીકા પાટુનો માર મારવા લાગતા મારા કાકાના બંન્ને છોકરા છોડાવવા વચ્ચે પડેલ અને એટલામા અજય ઉર્ફે અજલાએ તેના નેફા માથી છરી કાઢી મને મારવા જતા મે મારો ડાબા હાથ આડો રાખતા મને છરી ડાબા હાથના અંગુઠાની ઉપરના ભાગે વાગી ગઈ હતી.જેથી મે રાડા રાડી કરતા અમારા વિસ્તારના માણસો ભેગા થઇ જતા આ ત્રણેજ જણા ત્યાથી ભાગી ગયા હતા અને મને હાથમાંથી લોહિ નિકળતુ હોય જેથી મને મારા કાકાના દિકરાઓ સરકારી હોસ્પિટલમાં સારવારમાં લઇ ગયેલ હતા.બાદમાં પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.