બાલાસિનોરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા નીકળી - At This Time

બાલાસિનોરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા નીકળી


બાલાસિનોરમાં છેલ્લા 137 વર્ષથી આ રથયાત્રાના ઉત્સવ રંગે ચંગે ઉજવાય છે ભગવાન શ્રીરામની મંદિરથી રથમાં બપોરના 12 વાગ્યાના સમયે શાહીસવારીમાં બિરાજમાન થયા હતા જ્યાં તેમની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. આ ભગવાનની શાહીસાવરીમાં નગરના આગેવાનો અને વિવિધ સમાજના લોકો ઉલ્લાસભેર જોડાયા હતા. નગરના માર્ગો ઉપર શ્રધ્ધા અને ભક્તિના બે પૈડા ઉપર ભગવાનની પવિત્ર શોભાયાત્રા નીકળી હતી, બાલાસિનોરના વિવિધ વિસ્તારો જેવા કે રામજી મંદિરથી જૈનદેરાસર, સમળીમાતા મંદિર, તલાવ દ૨વાજા થઈ મુખ્ય બજારમાં ભગવાનની શાહીસવારી આવી પહોંચી હતી. જ્યાં શેરીએ શેરીએ અને મહોલ્લાઓ તથા કમિટીઓ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.