માંડવી નજીક ઇન્ડિયન ઓવરસીઝ બેન્કની શાખામાં મોડીરાતે આગ . - At This Time

માંડવી નજીક ઇન્ડિયન ઓવરસીઝ બેન્કની શાખામાં મોડીરાતે આગ .


વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ગઈ રાતે આગ લાગતા સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો . માંડવી નજીક મહેતાપોળ ખાતે આવેલી ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે . આગની શરૂઆત સર્વર રૂમથી થઈ હતી . મોડીરાતે મહેતાપોળની બહાર યુવકો બેઠા હોવાથી ધુમાડા જોઈ તુરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી . ફાયર બ્રિગેડ આવી ત્યારે અંદર જઈ શકાય તેવી સ્થિતિ નહીં હોવાથી બારીઓના કાચ તોડી ફાયર ફાઈટિંગ કર્યું હતુંએક કલાકની કામગીરી બાદ આગ કાબુમાં લેવાઈ હતી . આગમાં બેંકના એસી તેમજ ફર્નિચરને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે . અન્ય ચીજોના નુકસાની વિગતો મેળવવા પોલીસ કાર્યવાહી કરી રહી છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.