જૂનાગઢ પોલીસે અષાઢી બીજનાં મેળા માંથી પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું - At This Time

જૂનાગઢ પોલીસે અષાઢી બીજનાં મેળા માંથી પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું


જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબ વાવડી ખાતે યોજાયેલ અષાઢી બીજનાં મેળામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા મેળા બંદોબસ્ત તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબ વાવડી ખાતે યોજાયેલ અષાઢી બીજનાં મેળામાં આવતા માણસોની થોડીક બેદરકારીથી તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર નવાર બને છે. ઘણીવાર છોકરા છોકરીઓ કે મોટી ઉંમરના લોકો ઘર ત્યાગ કરીને પણ નાસી જવાના બનાવો બને છે. ઉપરાંત, ઘણી વખત બાળકોને કુટુંબીજનો દ્વારા ઠપકો આપવાથી ઘરેથી જતા રહેવાના બાનાવો પણ બનતા રહેતા હોય છે

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધીક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા અષાઢી બીજનાં મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેસાણ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. કે.એમ.ગઢવી, તથા સ્ટાફના હે.કો. કનકસિંહ, વિપુલસિંહ, ભાવિંભાઈ, સહિતના સ્ટાફ ખાસ ખોયા પાયા ટીમ બનાવી મેળામાં આવતા લોકોની મદદ કરવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબ વાવડી ખાતે યોજાયેલ અષાઢી બીજનાં મેળામાંબાંટવા પીએસઆઈ વિજયાબેન ચાવડા તથા બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફને એક સાત આઠ વર્ષનું બાળક મંદિર પરિસરમાં રડતું મળી આવેલ હતું. પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ ચોકી ખાતે લાવતા ખોયા પાયા ટીમ દ્વારા તેને છાનું રાખી, નાસ્તો કરાવી, વ્યવસ્થિત પૂછપરછ કરતા, પોતાનું નામ અંશુમ અશ્વિનભાઈ રહે. બાદરપર તા.જૂનાગઢ હોવાનું અને પોતાની દાદી સાથે મેળામાં આવેલાની હકીકત જણાવેલ હતી. જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા પાસે બાદરપર ગામના સરપંચ હરસુખભાઈ પટેલ નો નંબર હોઈ, ફોટા અને વિગતો વોટસએપ મારફતે શેર કરતા, મળી આવેલ બાળકના મોટાબાપા તથા દાદીમાને પોલીસ ચોકી મોકલી આપતા, તેઓના પરિવારજનોને હેમખેમ સોંપવામાં આવ્યોહતો. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ પરિસ્થિતિ પામી, મળી આવેલ હોઈ, ખાસ ખોયા પાયા ટીમ પૈકી સાદા ડ્રેસમાં રહેલ પોલીસ કર્મી કનકસિંહ, વિપૂલસિંહ ને બાળકોની સાર સંભાળની કાર્યવાહી સોંપવામાં આવેલ. આ જૂનાગઢ પોલીસ ટીમ દ્વારા *બાળકોને એક પરિવારજનની માફક પ્રેમથી મેળામાં લઇ જઈ, ઠંડુ પીવરાવેલ અને બિસ્કિટ, વેફર તથા નાસ્તો અપાવતા, બાળકને આ જૂનાગઢ પોલીસ ટીમ ઉપર વિશ્વાસ આવતા, પોતે કોની સાથે ક્યાંથી મેળામાં આવેલાની તેમજ પોતાના નામ સહિતની માહિતી જણાવી, પોલીસ ટીમ સાથે પ્રેમથી વાતો કરવા લાગેલ હતા. પોતાના ગુમ થયેલ બાળકની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા, પરિવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને પરબધામ પોલીસ ચોકીમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને પરિવારજનોએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્તકર્યો હતો પોલીસ દ્વારા પણ પરિવારજનોને પોતાના બાળકો અને વડીલોનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા બનાવવામાં આવેલ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પરબ વાવડી ખાતે યોજાયેલઅષાઢી બીજનાં મેળામાંપોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકો તથા વૃદ્ધોને પોતાના પરિવાર સાથે મિલન કરાવીસુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છેએ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.