પ્લાસ્ટિકના વેપારીઓ પર મનપાની ટીમ ત્રાટકી, 25 કિલો જથ્થો જપ્ત
સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને પગલે સઘન ચેકિંગ કરાયું.
સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર મુકાયેલા પ્રતિબંધને પગલે રાજકોટમાં પણ ચેકિંગ શરૂ કરી દેવાયું છે. શુક્રવારે રાજકોટ મહાનગરપાલિકાની ટીમે પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં દરોડા પાડીને ચેકિંગ હાથ ધર્યું હતું જેમાંથી પ્લાસ્ટિકના કપ, ગ્લાસ સહિતની વસ્તુઓનો 25 કિલો જથ્થો જપ્ત કરી આકરી કાર્યવાહી કરી હતી. ચેકિંગ દરમિયાન 8.990 કિલો પ્લાસ્ટિકના કપ, 8.660 કિલો ગ્લાસ તેમજ 8.480 કિલો પ્લાસ્ટિકના ઝબલાનો જથ્થો ટીમને હાથ લાગ્યો હતો. ડિસ્ટ્રિબ્યુટર ઉપરાંત રીટેઇલર અન્ય ધંધાર્થીઓને ત્યાં પણ ચેકિંગ કાર્યવાહી ચાલુ રખાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.