સમસ્ત મહાજન દ્વારા "શૈક્ષણિક સહાય યોજના" અંતર્ગત 400 ઝુંપડપટ્ટીનાં બાળકોને 5 ચોપડા, બૉલપેન ડે. મેયર ડો.દર્શીતાબેન શાહનાં વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યા - At This Time

સમસ્ત મહાજન દ્વારા “શૈક્ષણિક સહાય યોજના” અંતર્ગત 400 ઝુંપડપટ્ટીનાં બાળકોને 5 ચોપડા, બૉલપેન ડે. મેયર ડો.દર્શીતાબેન શાહનાં વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યા


રાજકોટ સમસ્ત મહાજન દ્વારા "શૈક્ષણિક સહાય યોજના" અંતર્ગત 400 ઝુંપડપટ્ટીનાં બાળકોને 5 ચોપડા, બૉલપેન ડે. મેયર ડો.દર્શીતાબેન શાહનાં વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યા
વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા 'સમસ્ત મહાજન'નાં મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં સમસ્ત મહાજન દ્વારા 'શૈક્ષણિક સહાય યોજના' અંતર્ગત પૂર્વ નિર્ધારીત 400 જેટલા રાજકોટમાં આવેલ રૈયા ધાર વિસ્તારની ઝુંપડપટ્ટીનાં બાળકોને નિઃશુલ્ક દરેકને પાંચ ચોપડા , બૉલપેન વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દરેક બાળકને ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહનાં વરદ હસ્તે ચોપડા અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન અંગે ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડનાં મેમ્બર અને સમસ્ત મહાજનનાં મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહનાં માર્ગદર્શમાં મિતલ ખેતાણી, કુમારપાળ શાહ, પ્રતિક સંઘાણી, કેતન સંઘવી  સહીતનાની ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર આયોજનની વ્યવસ્થા અંગે સેવાભાવી અગ્રણી મનીષભાઇ પરીખનો વિશેષ સહયોગ મળ્યો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.