વર્લ્ડ ઝુનોસીસ ડે નીમીતે તા. ૮ જુલાઈ, શુક્રવારે, સમસ્ત મહાજન તથા એનીમલ હેલ્પલાઇનનાં સંયુકત ઉપક્રમે, પશુ-પક્ષીઓ માટેનો નિઃશુલ્ક, મેગા, સર્વરોગ નિદાન તેમજ સારવારનો કેમ્પ. શ્વાનોને વિનામૂલ્યે રસીકરણ. ૨૦ નિષ્ણાંત તબીબો સેવા આપશે. સૌરાષ્ટ્ર-કચ્છના જીવદયા પ્રેમીઓને લાભ લેવા અપીલ. ભારત સરકારનાં કેન્દ્રીય પશુપાલન મંત્રી જીવદયા પ્રેમી પરસોતમભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહેશે.
રાજકોટ વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જાનવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા 'સમસ્ત મહાજન' અને ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા 'શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટ' દ્વારા 'વર્લ્ડ ઝુનોસીસ ડે' નિમિતે યોજાનાર અનેક કાર્યક્રમોની શૃંખલામાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં પશુ-પક્ષીઓ માટેના મેગા, નિઃશુલ્ક, સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ, ચર્મ ચિકિત્સા—દંત ચિકિત્સા તેમજ આંખના રોગોના સારવાર કેમ્પ અને શ્વાનોને વિનામુલ્યે હડકવાનું રસીકરણ, કૃમિનાશક તેમજ અન્ય સારવારના કેમ્પનું આયોજન તા. ૮, જુલાઇ, શુક્રવારના રોજ સવારે ૯:૦૦ થી સાંજના ૭–૦૦ કલાક સુધી શ્રીમતી શેણી મેમોરીયલ ટ્રસ્ટ, શ્રેયસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પાસે, નાગેશ્વર તીર્થની સામે, જામનગર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. એનીમલ હેલ્પલાઇનના ડો. નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. રવી માલવીયા, સેવાભાવી તબીબ ડો. અરવિંદ ગડારા, ડો. અરૂણ ઘીયાડ, ડો. હિરેન વિસાણી તેમજ પંચનાથ એનીમલ હોસ્પીટલનાં ડો. વિવેક કલોલા સહીતની ડોકટર્સની ટીમ પોતાની સેવા આપશે. આ કેમ્પમાં સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ ટ્રસ્ટનાં ડો. મણવર સહિતનાં નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહી સેવા આપશે. આ મેગા કેમ્પમાં જિલ્લા પંચાયત પશુપાલન શાખાનાં વરિષ્ઠ ડોકટર્સ ડો. ગોહીલ, ડો. ખાનપરા, ડો. જાકાસણીયા, ડો. કુંડારીયા તથા રાજકોટ મહાનગરપાલીકાના ડો. હિરપરા, ડો. ભાવેશ જાકાસણીયા, ડો. ઉપેન્દ્ર પટેલ સહિતના નિષ્ણાંત તબીબો સેવા આપશે. આ કેમ્પમાં પશુ-પક્ષીઓથી મનુષ્યોને તથા મનુષ્યોથી પશુ-પક્ષીઓને ફેલાતા રોગોના નિરાકરણ અંગે જનજાગૃતી તેમજ મેડીકલ માર્ગદર્શન આપવામાં આવશે. આ કેમ્પમાં આવેલા તમામ પશુ-પક્ષીઓને જનરલ હેલ્થ ચેકઅપ (ફુલ બોડી), શ્વાનોને વિનામૂલ્યે હડકવા વિરોધી રસીકરણ, આંખના—દાંતના–ચામડીના રોગોની તેમજ સર્વરોગોનું નિદાન, સારવાર કરી આપવામાં આવશે. સર્વરોગની જનરલ સારવાર, મેજર ઓપરેશન ઉપરાંત અન્ય સારવાર પણ કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ભારત સરકાર સરકારનાં કેન્દ્રીય પશુપાલન મંત્રી જીવદયા પ્રેમી પરસોતમભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહેશે.આ જીવદયા કેમ્પને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદો રામભાઈ મોકરીયા, મોહનભાઈ કુંડારીયા, મંત્રી અરવીંદભાઈ રૈયાણી, રાષ્ટ્રીય કામધેનું આયોગનાં પૂર્વ ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરીયા, ધારાસભ્યશ્રીઓ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયાની પણ શુભેચ્છા મળી રહી છે. આ જીવદયા કેમ્પને શુભેચ્છા પાઠવવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડો. શ્રીમતી દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ શેઠ, પંચનાથ મંદીર તેમજ હોસ્પીટલના દેવાંગભાઈ માંકડ, જયોતીન્દ્રભાઈ મહેતા (મામા) સહિતનાં અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. કેમ્પને સફળ બનાવવા સમસ્ત મહાજનનાં અને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનનાં મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, કુમારપાળ શાહ, ધીરુભાઇ કાનાબાર, રમેશભાઇ ઠકકર, ઘનશ્યામભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહીતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છના જીવદયા પ્રેમીઓને આ મેગા, નિઃશુલ્ક કેમ્પનો લાભ લેવા અપીલ કરાઇ છે. કેમ્પ અંગેની વિશેષ વિગતો માટે મિતલ ખેતાણી મો.૯૮૨૪૨ ૨૧૯૯૯, પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩), કુમારપાળ શાહ (મો.૯૪૨૬૨ ૧૦૨૨૬), રમેશભાઈ ઠકકર (મો.૯૯૦૯૯ ૭૧૧૧૬), ધીરેન્દ્રભાઈ કાનાબાર (મો.૯૮૨૫૦ ૭૭૩૦૬) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.