કુંવરજી બાવળિયાના રાજ્યમાં એસ. ટી બસ સ્ટેશનમાં ગંદકીના ગંજો જમ્યા : રેઢિયાળ વીંછિયા બસ સ્ટેશન તંત્ર
કુંવરજી બાવળિયાના રાજ્યમાં એસ. ટી બસ સ્ટેશનમાં ગંદકીના ગંજો જમ્યા : રેઢિયાળ વીંછિયા બસ સ્ટેશન તંત્ર
વિછીયા પંથકમાં અનેક વર્ષો પછી વિછીયા આસપાસ રહેતા લોકોને એક બસ સ્ટેશનની સુવિધા મળી છે ત્યારે વિંછીયા બસ સ્ટેશનમાં તસવીરમાં જોતા મુજબ ખુબ જ શરમજનક બાબત કહેવાય કે આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય તરીકે કુંવરજીભાઈ બાવળિયા છે અને આ બસ સ્ટેશન સાત ઓગસ્ટ 2021 ના રોજ રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે આ બસ સ્ટેશનનું લોકાર્પણ થયું હતું અને આ બસ સ્ટેશન લોકાર્પણ કાર્યક્રમમાં અનેક મંત્રીઓની હાજરીમાં વિકાસ દિવસની ઉજવણી નો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ બસ સ્ટેશન હાલ કોઈ પણ જાતનું મેન્ટેનન્સ કરવામાં ન આવતું હોય તેવું દેખાઈ રહ્યું છે બસ સ્ટેશનમાં રોજબરોજની બસો આવે છે અને જાય છે પણ કયા રૂટ ની કઈ બસ આવે છે અને કઈ બસ કયા ગામ તરફ જાય છે તેનું કોઈ પણ પ્રકારનું એનાઉન્સમેન્ટ કરવામાં આવતું નથી બસ સ્ટેશનમાં પાછળની જગ્યામાં લોકાર્પણ બાદ પાણી ભરાયેલા રહે છે અને બસ સ્ટેશન નો તમામ કચરો તે સ્થળ પર જમા થાય છે અને આ બસ સ્ટેશનમાં ગ્રાઉન્ડ લેવલે તપાસ કરતા કચરો નાખવા માટે કોઈપણ જાતની કચરાપેટી કે ડબ્બાપેટી મૂકવામાં આવેલ નથી, બહારથી આવતા મુસાફરો બસ સ્ટેશનની બાજુમાં ખુલ્લી જગ્યામાં સૌચ કરી જાય છે, ત્યારે બસ સ્ટેશન ની અંદર જે સૌચાલય બનાવવામાં આવ્યું છે તે સૌચાલયમાં હાથ ધોવા માટેના નળ નથી અને પાણીનો નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા નથી આ વીડિયોમાં જોતા પ્લમ્બરની બેદરકારી સામે આવી છે, અને કોઈપણ નળમાં પાણી પણ નથી આવતું. આ તમામ બાબતને ધ્યાનમાં લઇ ધારાસભ્ય કુંવરજી બાવળીયા તાત્કાલિક ધોરણે બસ સ્ટેશનની મુલાકાત કરે અને જ્યાં જ્યાં બેદરકારી રાખવામાં આવી છે ત્યાં તે બાબતે કામ હાથ ધરવામાં આવે તેવી વિછીયાના જાગૃત નાગરિકોની અને એસટીમાં મુસાફરી કરતા મુસાફરોની માંગ છે.
Report Rasik visavaliya Jasdan
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.