અમરોલીમાં વરસાદના ત્રણ ફૂટ ભરાયેલા પાણીમાં સીટી બસ બંધ થતા મુસાફરો ગભરાયા - At This Time

અમરોલીમાં વરસાદના ત્રણ ફૂટ ભરાયેલા પાણીમાં સીટી બસ બંધ થતા મુસાફરો ગભરાયા


- બસમાંથી 15 થી17 મુસાફરોને ફાયર જવાનોએ સહી સલામત બહાર કાઢ્યાસુરત,તા.1 જુલાઈ 2022,શુક્રવારસુરતમાં મેઘાએ તોફાની બેટિંગ કરતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. જોકે આજે સવારે અમરોલી રોડ પર વરસાદના અઢી થી ત્રણ ફૂટ પાણી ભરાયેલામાં સીટી બસ અચાનક બંધ થઈ જતા મુસાફરો ગભરાઈ ગયા હતા. જોકે બે વૃદ્ધ તથા ચાર વિદ્યાર્થીઓ સહિત 15 થી 17 મુસાફરોને ફાયર જવાનું સહી સલામત બસમાંથી નીચેસુરત: અમરોલીમાં વરસાદના ત્રણ ફૂટ ભરાયેલા પાણીમાં સીટી બસ બંધ થતા મુસાફરો ગભરાયા#Surat #Monsoon2022 #heavyrain pic.twitter.com/vvd3Ppa2Ha— Gujarat Samachar (@gujratsamachar) July 1, 2022 સુરત શહેરમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસતાં જનજીવન તરબતર થયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં અને કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે. તેવા સમયેઅમરોલીના કોસાડ રોડ પર લેક ગાર્ડન પાસે ગૃહામ એમ્પાયર પાસે ખાડીને બ્રિજ પર રોડ પર હા વરસાદના અઢી થી ત્રણ ફૂટ પાણી ભરાયા હતા તે સમયે ત્યાંથી પસાર થતી સીટી બસ અચાનક બંધ થઈ ગઈ હતી જેથી બસમાં બેઠેલા મુસાફરો ગભરાઈ જઈને બૂમો પાડી હતી. જોકે બે ત્રણ મુસાફરો બસમાંથી ઉતરીને પાણીમાંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે કેટલાક વ્યક્તિઓ રોડ પર પાણી હોવાથી બસમાં બેસી રહ્યા હતા. હા અંબે ફાયર બ્રિગેડના જાણ થતા કોસાડ ફાયર સ્ટેશનની ગાડી અને ફાયર જવાનો ઘટના સ્થળે ઘસી ગયા હતા અને બે થી ત્રણ મુસાફરોને ફાયર જવાનો ખભા પર ઉચકી જઈને પાણીમાંથી બહાર કર્યા હતા. જ્યારે કેટલાક મુસાફરોના હાથ પકડીને પાણીમાંથી બહાર લઈ ગયા હતા જોકે બે વૃદ્ધ તથા ચાર વિદ્યાર્થીઓ સહિત 15 થી 17 વ્યક્તિઓને ફાયર જવાનોએ બહાર કાઢ્યા બાદ મુસાફર સહિતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હોવાનું જાણવા મળે છે.ત્યારબાદ ફાયર જવાનોએ ક્રેઈન વડે બંધ પડેલી બસને પાણીમાંથી બહાર રોડની સાઈડ પર કાઢી હતી. જોકે ફાયર જવાનોએ દોઢ કલાક સુધી ત્યાં કામગીરી હાથ ધરી હતી. એવું ફાયર ઓફિસર પ્રિન્ટેશ પટેલે કહ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.