દામનગર પૂર્ણાં યોજના અંતર્ગત સખી સહ સખી તાલીમ અને વાનગી સ્પર્ધા યોજાય - At This Time

દામનગર પૂર્ણાં યોજના અંતર્ગત સખી સહ સખી તાલીમ અને વાનગી સ્પર્ધા યોજાય


દામનગર પૂર્ણાં યોજના અંતર્ગત સખી સહ સખી તાલીમ અને વાનગી સ્પર્ધા યોજાય
દામનગર શહેર ની નગરપાલિકા ની તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા ડો બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે પૂર્ણાં યોજના અંતર્ગત આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ ની અધ્યક્ષતા માં તાલીમ અને વાનગી સ્પર્ધા યોજાય શહેર ના તમામ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો દ્વારા પૂર્ણાં યોજના અંતર્ગત પૂર્ણાં સખી અને સહ સખી ટ્રેનિંગ યોજાય મહિલા અને બાળ વિકાસ વિભાગ ના આઈ સી ડી એસ વિભાગ હેઠળ પૂર્ણાં સખી અને સહ સખી ટ્રેનિંગ માં કિશોરી ઓ દ્વારા વાનગી સ્પર્ધા સબળા કીટ રમત ગમત કિશોરી ઓના H B અને BMI અને વજન ઉંચાઈ કરી તમામ કિશોરી ઓમાં સેનીટાઇઝપેડ વિતરણ કરી ટી એસ આર પૂર્ણાંશક્તિ પેકેટ અર્પણ કરી તેના ફાયદા ઓથી સર્વ કિશોરી ઓને અવગત કરવા માં આવી હતી આઈ સી ડી એસ કાશ્મીરાબેન ભટ્ટ દ્વારા આરોગ્ય શિક્ષણ પોષણ અંગે મનનીય માર્ગદર્શન અપાયું હતું આ તકે આરોગ્ય સ્ટાફ અને આઈ સી ડી એસ સુપર વાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ આઈ સી ડી એસ ના એસ એ ભાવેશભાઈ હિરાબેન કોર્ડીંનેટર તેમજ હેલ્થ FHW બહેનો ની ઉપસ્થિતિ માં વતન પ્રેમી શેઠ શાંતિલાલ જેઠાભાઈ દામનગર હાલ મુંબઈ પરિવાર દ્વારા શહેર ની તમામ આંગણવાડી કેન્દ્રો ને જરૂરી વાસણો ભેટ આપ્યા હતા સ્નેહળ શિશુ માટે આંગણવાડી કેન્દ્રો માં જરૂરી વાસણ ભેટ આપનાર દાતા પ્રત્યે આંગણવાડી બહેનો એ આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.