મહારાષ્ટ્રમાં નવી સરકારની તૈયારી: એકલા જ મુંબઈ આવી પહોંચ્યા શિંદે, ફડણવીસ સાથે મુલાકાત સંભવ
નવી મુંબઇ, તા. 30 જૂન 2022, ગુરુવાર ઉદ્ધવને સુપ્રિમની ફ્લોર ટેસ્ટ પર મનાઈની અરજી નામંજૂર કરતા એકાએક રાજીનામું ધરી દીધું છે અને હવે સામે પક્ષે સરકાર રચવા માટે રાજ્યપાલ દ્વારા બીજેપીને આમંત્રણ મળે તો તાત્કાલિક સપોર્ટ આપીને સરકાર રચવા માટે શિંદે સમૂહ તત્પર જોવા મળી રહ્યું છે.અગાઉના અહેવાલ અનુસાર શિંદે તમામ બળવાખોર ધારાસભ્યો સાથે મુંબઈ આજે ફ્લોર ટેસ્ટ માટે આવવાના હતા પરંતુ ઉદ્ધવના મુખ્યમંત્રી પદેથી રાજીનામાં બાદ ફ્લોર ટેસ્ટનો કોઈ મતલબ રહેતો નથી એટલે હવે નવી સરકારની રચના માટે શિંદે એકલા જ મુંબઈ આવીને બીજેપીના સંભવિત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા વિચારણા કરી શકે છે.મળતી માહિતી પ્રમાણે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે મુંબઇ પહોંચી ગયા છે. જે બાદ હવે તે હોટેલ તરફ રવાના થશે, જ્યાં તેમની મુલાકાત દેવેન્દ્ર ફડણવીસ સાથે થશે. એકનાથ સિંગે સાંજે દેવેન્દ્ર ફડણવીસ શિંદેને મળીને બેઠક કરશે જેમાં તે મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના અંગે ચર્ચા કરશે. સરકારમાં મંત્રીઓની સંખ્યા કેટલી હશે, કોણ મંત્રી બનશે, કોને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળશે, કોને રાજ્યમંત્રી બનાવવામાં આવશે, આ તમામ મુદ્દાઓ પર બંને નેતાઓ વચ્ચે ચર્ચાઓ થશે.આ બેઠકમાં જ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાની તારીખ પર મહોર મારવામાં આવશે. એવી સંભાવના છે કે 1 જુલાઈએ શિંદે જૂથ અને ભાજપ સાથે મળીને નવી સરકાર બનાવશે. સૂત્રોનું માનીએ તો દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી નવી સરકારમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત કુલ 38 મંત્રીઓ હોઈ શકે છે. જેમાં 29 કેબિનેટ મંત્રી અને 9 રાજ્ય મંત્રી હશે. શપથગ્રહણના દિવસે ગોવામાં રોકાયેલા બળવાખોર ધારાસભ્યો મુંબઈ આવી શકે છે. ભાજપના 20 કેબિનેટ અને 5 રાજ્ય મંત્રીઓ જ્યારે શિંદે જૂથના 9 કેબિનેટ અને 4 રાજ્ય મંત્રી શપથ લઈ શકે છે.આ વચ્ચે એકનાથ શિંદેએ ટ્વીટ પણ કર્યુ હતુ કે, અફવાઓ પર ભરોસો ના કરો, નવી સરકારમાં કોણ અને કેટલા મંત્રીઓ હશે તેના વિશે BJP મા કોઇ ચર્ચા નથી થઇ,ત્યાં સુધી આ વિશે અફવાઓ પર ભરોસો ના કરો."
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.