ઉદયપુર મર્ડર કેસમાં પાકિસ્તાની કનેક્શન મામલે ભારત પર ભડક્યું PAK - At This Time

ઉદયપુર મર્ડર કેસમાં પાકિસ્તાની કનેક્શન મામલે ભારત પર ભડક્યું PAK


- બંને આરોપીઓની સામે UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આ કેસને NIAને સોંપવામાં આવ્યો છેનવી દિલ્હી, તા. 30 જૂન 2022, ગુરૂવારરાજસ્થાનના ઉદયપુરમાં એક દરજી કન્હૈયાલાલની નિર્દયતા પૂર્વક હત્યા બાદ ચારેબાજુ તેની ટીકા થઈ રહી છે. હત્યાની તપાસમાં અત્યાર સુધીમાં જે ખુલાસા થયા છે તેમાં પાકિસ્તાન લિંક પણ સામે આવી છે. ઘટનાને અંજામ આપનાર બે આરોપીઓનું કનેક્શન કરાચી બેસ્ડ સુન્ની ઈસ્લામિક સંગઠન દાવત એ ઈસ્લામી સાથે છે. હવે આ મામલે પાકિસ્તાન તરફથી સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે. એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમે ભારતીય મીડિયામાં ઉદયપુરમાં હત્યા કેસની તપાસ અંગેનો રિપોર્ટ જોયો છે જેમાં આરોપીઓને પાકિસ્તાનની એક સંસ્થા સાથે જોડવાનો અને પાકિસ્તાનને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ આરોપોમાં કોઈ સત્યતા નથી.એટલું જ નહીં નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, અમે આ આરોપોને ફગાવી દઈએ છીએ. જોકે, પાકિસ્તાને પોતાના નિવેદનમાં દાવત-એ-ઈસ્લામીનું નામ નથી લીધું. આ નિવેદન સાથે પાકિસ્તાન દ્વારા ભાજપ અને આરએસએસની સાથે હિન્દુત્વ પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું. પાકિસ્તાને આક્ષેપ કર્યો હતો કે, આવા પ્રયત્નો ભારત અથવા વિદેશમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ નહીં થાય.પાકિસ્તાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઉદયપુર હત્યાના બંને આરોપીઓની અત્યાર સુધીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, તેઓ સુન્ની ઈસ્લામના સૂફી બરેલવી સંપ્રદાયના છે. તેણે કરાચીમાં હાજર સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે જોડાણનો પણ સ્વીકાર કર્યો છે. આતંકવાદ વિરોધી અભિયાનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ભારતમાં અન્ય કટ્ટરપંથી સુન્ની સંગઠનો અને 'મુસ્લિમ બ્રધરહુડ' સાથે તેમના સંબંધો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.બંને આરોપીઓની સામે UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આ કેસને NIAને સોંપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ઘટનાને અંજામ આપ્યા બાદ ઉદયપુરથી ભાગેલા આરોપિયોને રાજસ્થાન પોલીસે રાજસમંદ જિલ્લામાં નાકાબંધી કરી ધરપકડ કરી હતી. બંને આરોપીઓ અજમેર શરીફ દરગાહ તરફ જઈ રહ્યા હતા અને ત્યાં એક વીડિયો શૂટ કરવાના હતા. કન્હૈયાની હત્યા બાદ તરત જ તરત જ તેમણે હુમલો અને તેની જવાબદારી લેતા વીડિયો વોટ્સએપ ગ્રુપ દ્વારા વાયરલ કર્યો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.