2 વર્ષમાં 21 લોકોનો શિકાર, હાહાકાર મચાવનાર આદમખોર વાઘણ આખરે સકંજામાં - At This Time

2 વર્ષમાં 21 લોકોનો શિકાર, હાહાકાર મચાવનાર આદમખોર વાઘણ આખરે સકંજામાં


નવી દિલ્હી,તા.30 જૂન 2022,ગુરૂવારયુપીના લખીમપુર ખીરી વિસ્તારમાં હાહાકાર મચાવનાર આદમખોર વાઘણ આખરે સકંજામાં આવી છે.આ વાઘણના પકડાઈ જવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. કારણકે આ વાઘણે અન્ય એક વાઘ સાથે મળીને 2 વર્ષમાં 21 લોકોનો જીવ લીધો છે. લખીમપુર ખીરીના જંગલ વિસ્તારમાં આ વાઘણે આતંક મચાવી દીધો હતો.છેલ્લા એક સપ્તાહમાં જ ત્રણ લોકોના વાઘના હુમલામાં મોત થયા હતા અને પછી જંગલ ખાતાએ હિંસક વાઘણને પકડવા માટે ઠેર ઠેર પાંજરા મુકયા હતા. આવા એક પિંજરામાં વાઘણ કેદ થઈ ગઈ હોવાનુ જાણવા મળ્યા બાદ લોકોએ રાહતનો સ્વાસ લીધો છે.ત્રણ દિવસ પહેલા આ વિસ્તારના એક મંદિરના મહંતને પણ વાઘણે પોતાનો શિકાર બનાવ્યા હતા. લોકો સતત વન વિભાગને વાઘણથી છુટકારો અપાવવા માટે વિનંતીઓ કરી રહ્યા હતા.વાઘણને પકડવા માટે જંગલખાતાના સેંકડો કર્મચારીઓ કામે લાગ્યા હતા. હાથીઓ અને ડ્રોનનો ઉપયોગ વાઘણની ભાળ મેળવવા માટે કરવામાં આવ્યો હતો અને ઠેર ઠેર કેમેરા લગાવાયા હતા તેમજ પિંજરા પણ મુકવામાં આવ્યા હતા.મંગળવારે એવુ પણ બન્યુ હતુ કે, પિંજરા પાસેથી વાઘણ વારંવાર પસાર થઈ હતી પણ ટ્રેપમાં ફસાઈ નહોતી. એ પછી બુધવારે મોડી રાતે એક પિંજરામાં વાઘણ કેદ થઈ ગઈ હતી. હવે તેને મેડિકલ ચેક અપ માટે મોકલવામાં આવી છે. એ પછી વાઘણ પર જંગલ ખાતુ આગળની કાર્યવાહી કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.