હૈદ્રાબાદમાં ભાજપની બેઠક પહેલા મોદી-શાહને હત્યાની ધમકી
- થોડા સમય પૂર્વે જ અગ્નિપથ યોજના અંગે સિકંદરાબાદમાં તોફાનો થયા હતા ઃ ધમકી આપનાર અબ્દુલ સત્તારે આદિત્યનાથ અને RSS ને પણ ધમકી આપી છેહૈદ્રાબાદ : હૈદ્રાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહને ધમકી અપાઈ છે. જો કે પોલીસે ધમકી આપનારની ધરપકડ કરી છે. જાણવા મળ્યું છે કે નુપૂર શર્માએ થોડા સમય પૂર્વે પયગમ્બર સાહેબ વિરૂદ્ધ કરેલી ટિપ્પણી અંગે પણ આ શખ્સ અબ્દુલ મજીદ સત્તારે માગણી કરી હતી કે નુપુર શર્માએ તે માટે માફી માગવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ હકીકત તેવે સમયે બહાર આવી છે કે જ્યારે બે શખ્સોએ ઉદયપુરમા એક દરજીની હત્યા કરી હતી.મીડીયા રિપોર્ટ પ્રમાણે અબ્દુલ મજીદ સત્તાર એક નાની એવી પાર્ટીનો નેતા છે. તેણે પયગમ્બર સાહેબ અંગે કરાયેલી ટીપ્પણી માટે માફી નહીં માગવા બદલ મોદી અને શાહ ઉપરાંત ઉ.પ્ર.ના મુખ્ય મંત્રી આદિનાથ અને RSS ને પણ નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે. આ સત્તારની બુધવારે જ ધરપકડ કરવામાં આવી છે.પોલીસે સત્તાર વિરૂધ્ધ ધાર્મિક ભાવના ભડકાવવાના અને અશાંતિ ફેલાવવાના આરોપસર કેસ દાખલ કર્યો છે.મહત્વની વાત તે છે કે ૨જી જુલાઈથી શરૂ થનારી ભાજપની બેઠકમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રના ગૃહમંત્રી સહિત કેટલાએ નેતાઓ ભાગ લેવાના છે. વક્તવ્યો આપવાના છે. તે સર્વવિદિત છે કે થોડા દિવસ પૂર્વે જ અગ્નિપથ યોજનાની વિરૂદ્ધમાં તોફાનો થયા હતા.હવે તે સર્વવિદિત થઇ ગયું છે કે કન્હૈયાલાલ તેલી નામના દરજીની હત્યા કરનારા એ એક વિડિયો પણ જારી કર્યો હતો. તે અંગે તપાસ કરતાં તેમના સંપર્કો વૈશ્વિક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું સ્પષ્ટ થઇ ગયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.