ભારતનું 'સ્વાતી' રેડાર ચીન સરહદે છૂપાયેલાં શસ્ત્રો શોધી કાઢશે - At This Time

ભારતનું ‘સ્વાતી’ રેડાર ચીન સરહદે છૂપાયેલાં શસ્ત્રો શોધી કાઢશે


- સેનાએ સ્વાતી MK-2 વેપન લોકેટિંગ રેડાર (Swathi-WLR)નાં છ માઉન્ટન વર્ઝન બનાવવાનો આદેશ આપ્યો છે : ટૂંક સમયમાં તેની ડીલીવરી થશેનવી દિલ્હી : ભારતીય સેના જલ્દીથી ચીનની સીમા પર એવાં રેડાર ગોઠવવાની છે કે જે પર્વતોની પાછળ, ઘાટીઓની અંદર અને જંગલોમાં છુપાવેલા શસ્ત્રો શોધી તેનું લોકેશન (સ્થાન) દર્શાવશે. સેનાએ પહેલા પણ આવા રેડાર સીમા પર લગાડયાહતા, પરંતુ હવે તેનું અપગ્રેડેડ માઉન્ટન વર્ઝન તૈનાત કરવામાં આવશે. તેવા રેડાર બનાવવા માટે સેનાએ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) ને ઑર્ડર આપી દીધો છે તેની કિંમત કેટલી હશે તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.BEL ના હેડ આનંદી રામાલિંગમે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમની પાસે સ્વાતી- એમ.કે-૨ માઉન્ટન વર્ઝન માટે ઘણાં બધાં ઑર્ડર છે તેનો ઉપયોગ ઉંચાણવાળા પ્રદેશોમાં કરવામાં આવશે. ડીફેન્સ ઇન્ડસ્ટ્રીઝના જાણકારોનું કહેવું માનીએ તો સ્વાતી  MK-2 તેના MK-1 વર્ઝન કરતા હળવા હશે પરંતુ ડિઝાઇન એક સરખી હશે છતાં ક્ષમતા પહેલા કરતા ઘણી વધુ હશે.આ રેડાર એટલા માટે બનાવાયું છે કે, તેથી દુશ્મનની આર્ટિલરી, રૉકેટ કે મોર્ટાર ટ્રેઇસ થઈ શકે. સ્વાતીએ DRDO, , BEL અને   LRDE  એ સાથે મળીને વિકસાવ્યા છે. જેના ૪૬ યુનિટ્સ રચી સમગ્ર દેશની સરહદે તૈનાત કરાયા છે. સ્વાતી MK-1 ૨૦૧૭ અત્યારે તૈનાત જ છે.આ રેડાર ૨-થી ૩૦ કિ.મી. દૂરથી આવતી આર્ટિલરીને 'ઓળખી' શકે છે. તેની દિશા અને ગતિ પણ દર્શાવે છે તેમજ ૪-થી ૮૦ કિ.મી. દૂરથી રૉકેટ કે મિસાઇલને પણ પકડી પાડે છે. તેમજ ૨-૨૦ કિ.મી. દૂરથી આવતા ગોળા પણ પકડી પાડે છે.આ પ્રકારના મિસાઇલ્સની ઉણપ સૌથી વધુ ૧૯૯૯ના કારગીલ યુદ્ધમાં દેખાઈ હતી ત્યારે પાકિસ્તાન પાસે અમેરિકાના AN/TPQ-36 ફાયર ફાઇન્ડર રેડાર તૈનાત હતા. કારગીલ યુદ્ધમાં ૮૦ ટકા ભારતીય જવાનોના મૃત્યુ આર્ટિલરી ફાયરમાં જ થયા હતા. વર્ષ ૨૦૦૨માં ભારતે અમેરિકા પાસેથી AN/TPQ- 37  ફાયર ફાઇન્ડર રેડાર મંગાવ્યા આવા ૧૨ રેડારની ડીલીવરી ૨૦૦૭માં પૂરી થઈ તેના આધારે ભારતીય વિજ્ઞાાનીઓ અને ટેક્નિશ્યનોએ સ્વદેશી 'સ્વાતી' રેડાર બનાવવાનું શરૂ કર્યું.ભારતે, આ સ્વાતિ WLR રેડાર આર્મેનિયાને વેચ્યા છે ત્યાંની સેના પણ તેનો ઉપયોગ કરે છે. 'સ્વાતી' એક સાથે આવતા ૭ શસ્ત્રો વિશે પણ માહિતી આપે છે પછી ભલે તે ઉંચાઈ ઉપરથી આવતા હોય કે નીચેથી આવતા હોય તેની રેન્જ ૫૦ કિ.મીની છે.આ સાથે ભારતે તેની અર્જુન-ટેન્કને અપગ્રેડ કરી છે તે ગોળા ઉપરાંત એન્ટી-ટેન્ક મિસાઇલ્સ પણ છોડી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.