યુપીના આ રાજનેતાનું સીએમ પદ માત્ર 1 દિવસ રહયું હતું, જાણો 5 અને 10 દિવસની અલ્પજીવી સરકારો વિશે - At This Time

યુપીના આ રાજનેતાનું સીએમ પદ માત્ર 1 દિવસ રહયું હતું, જાણો 5 અને 10 દિવસની અલ્પજીવી સરકારો વિશે


નવી દિલ્હી, 30 જૂન,2022, ગુરુવાર મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલ પાથલ થઇ છે. છેવટે વિધાનસભામાં ફલોર ટેસ્ટનો આદેશ આપવામાં આવતા મુખ્યમંત્રી પદેથી ઉધ્ધવ ઠાકરેએ રાજીનામુ આપી દીધું. હવે એકનાથ શિંદે કિંગ મેકર બનીને ઉભરી આવ્યા છે. જો કે રાજકિય દાવ પેચ અને આટીધૂંટીના અંતે ન્યાયાલયે આદેશ આપ્યો હોય તેવું અગાઉ પણ બન્યું છે. કોર્ટના આદેશથી યુપીના જગદંબિકા પાલ નામના રાજનેતાએ માત્ર એક જ દિવસમાં મુખ્યમંત્રી પદેથી ઉતરી જવું પડયું હતું. ભારતના રાજકારણમાં જગદંબિકા પાલ  ઉત્તરપ્રદેશના માત્ર એક જ દિવસ મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ ધરાવે છે. ૨૧ ફેબુ્આરી ૧૯૯૮ના રોજ મુખ્યમંત્રી કલ્યાણસિંહને પદભષ્ટ્ કરી યુપીના તત્કાલિન રાજયપાલ રોમેશ ભંડારીએ કોંગ્રેસમાંથી છુટા પડેલા લોકતાંત્રિક કોંગ્રેસ પક્ષના જગદંબિકા પાલને રાતો રાત સીએમ તરીકે શપથ લેવડાવ્યા હતા. રાજયપાલની આ કાર્યવાહીની વિરુધ કલ્યાણસિંહ ઉચ્ચ ન્યાયાલયમાં ગયા હતા. બીજા દિવસે ૨૨ ફેબુઆરીના રોજ કોર્ટે રાજયપાલના નિર્ણયને ખોટો જાહેર કરીને કલ્યાણસિંહને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે યથાવત રાખ્યા હતા. બન્યું એવું કે જગદંબિકા પાલ સવારમાં મુખ્યમંત્રી બનીને લખનૌ ખાતેના સચિવાલય પહોંચ્યા ત્યાંજ કોર્ટનો આદેશ થતા સીએમ પર પરથી ઉતરી જવું પડયું હતું.૧૯૬૮માં સતીષપ્રસાદ માત્ર ૫ દિવસ બિહારના મુખ્યમંત્રી રહયા હતા.બિહારના સતીષપ્રસાદ સિંહ ૨૮ જાન્યુઆરી ૧૯૬૮માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.તેઓ બિહારની પછાત જાતિમાંથી મુખ્યમંત્રી પદ પર બેસનારા પ્રથમ વ્યકિત હતા.જો કે સતીષપ્રસાદના રાજકિય વિરોધીઓને આ સહન ન થતા તરત જ તેમને હટાવવાની સોકઠીઓ ગોઠવાઇ હતી.આથી ૧ ફેબુ્આરીના રોજ સતીષપ્રસાદે રાજીનામું ધરી દેતા બી પી મંડલને મુખ્યમંત્રી બનાવવાનો માર્ગ મોકળો થયો હતો.સતીષપ્રસાદ માત્ર ૫ દિવસ જ સી એમ પદે રહયા હતા. જો કે બી પી મંડલનો પણ કાર્યકાળ લાંબો ચાલ્યો ન હતો તેઓ પણ ૩૧ દિવસથી વધારે રાજ ભોગવી શકયા ન હતા.૨૦૦૫માં ઝારખંડમાં શીબુ સોરેન માત્ર ૧૦ દિવસ મુખ્યમંત્રી બન્યા હતા ૨ માર્ચ ૨૦૦૫માં ઝારખંડ રાજયમાં ઝારખંડ મુકિત મોરચાના શિબુ સોરેન પાસે પૂરતી બહુમતી ના હોવા છતાં સરકાર રચવા માટે રાજયપાલે આમંત્રણ આપ્યું હતું. રાજયપાલે વિધાનસભામાં બહુમતી પૂરવાર કરવા માટે શીબુ સોરેનને ૨૦ દિવસનો લાંબો સમય આપ્યો હતો. વિધાનસભામાં બહુમત પુરવાર કરે તેના ૧૦ દિવસ પહેલા જ ૧૨ માર્ચ ૨૦૦૫ના રોજ કેન્દ્ર સરકારે આ પ્રકરણમાં હસ્તક્ષેપ કરતા શિબુ સોરેનને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ફરજ પડી હતી. ત્યાર પછી ભાજપના અર્જુન મુંડા જનતાદળ યુનાઇટેડ અને અપક્ષ ધારાસભ્યોની મદદથી સરકાર રચીને બહુમતી પૂરવાર કરી હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.