વિસાવદર પોલીસે એક વ્યક્તિ ને વ્યાજની ચુંગાલમાંથી છોડાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તર દયિ્તવ્ય નિભાવ્યું - At This Time

વિસાવદર પોલીસે એક વ્યક્તિ ને વ્યાજની ચુંગાલમાંથી છોડાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તર દયિ્તવ્ય નિભાવ્યું


વ્યાજના દુષ્ચક્રમાથી છોડાવતી વીસાવદર પોલીસ

વીસાવદર પોલીસ સ્ટેશન

આ બનાવની હકીકત એવી છે કે વીસાવદર નજીક ના ગામમા રહેતા એક ખેડુતે આજથી બેવર્ષ પહેલા બાજુના ગામમાથી પોતાને પૈસાની જરુરીયાત હોય જેથી રૂ.૫૫,૦૦૦/- ૨ ટકા લેખે વ્યાજથી લીધેલ જેના શરુઆતના ત્રણ મહીના સુધી વ્યાજની થતી રકમ ભરેલ બાદ કોરોના તેમજ મંદીના કારણે પૈસા ચુકવી શકાય તેમ ન હોય જેથી ઉપરોકત રકમ નુ વ્યાજ તથા આજદીન સુધીની ચડત રકમ મળી રુ.૨,૫૦,૦૦૦/- આપવાના થતા હોય જે અંગે જામીન ગીરી પૈકી આપેલ ચેક સામાવાળાઓએ બેંક ખાતે રજુ કરતા ચેક બાઉન્સ થયેલ બાદ નામદાર મેંદરડા કોર્ટ ખાતે આ અંગે સામાપક્ષે દાવો દાખલ કરતા કેસ ચાલી જતા આરોપીને રુ.૨,૫૦,૦૦૦/- ભરવાના થતા હોય તેમજ આરોપી પૈસા ભરી શકે તેવી સ્થીતી મા ન હોય જેથી આરોપી નાસતો ફરતો હોય જે અંગે નામદાર કોર્ટ મેંદરડા ખાતે થી આરોપીનુ નેગોશીએબલ એકટ અંગેનુ વોરંટ નીકળતા વીસાવદર પોલીસ દ્રારા આરોપીને પકડી મેંદરડા કોર્ટ ખાતે રજુ કરતા તા.૧/૭/૨૦૨૨ ના રોજ ઉપરોકત રકમ પૈકી ૧૦ ટકા લેખે રુ.૨૫૦૦૦/-ભરવાની શરતે મેંદરડા કોર્ટ ખાતેથી જામીન મળેલ બાદ આ મુળ રકમ કરતા લહેણી નીકળતી રકમ વધુ હોય તેમજ ખેડુત રકમ ભરી શકવાની સ્થીતી મા ન હોય જેથી વીસાવદર પોલીસ સ્ટેશન ના પો.ઇન્સ શ્રી એન.એ.શાહ સાહેબને આ અંગે જાણ કરતા પો.ઇન્સ.સા એ ઉપરોકત બન્ને પક્ષોને બીટ હેઙકોન્સટેબલ ડી.કે.ગઢવી મારફતે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી બન્ને પક્ષોને સમજાવી ઉપરોકત રકમ રુ.૨,૫૦,૦૦૦/ ના સ્થાને અગાઉ આપેલ મુળ રકમ તેમજ ખર્ચ મેળવી રૂ.૭૦,૦૦૦/- સામાપક્ષે અપાવી સુખદ સમાધાન કરેલ હોય તેમજ હવે પછી લેણદારને કોઇ લહેણી રકમ બાકી રહેતી ન હોય જે અંગે યોગ્ય લખાણ કરાવી, આપેલ ચેક તેમજ જામીનગીરી અંગેના કાગળો ખેડુતને પરત આપવી પોલીસ તરીકે વ્યાજ ના ત્રાસ માથી એક પરીવારને છોડાવવાની ઉમદા ફરજ વીસાવદર પોલીસે નીભાવેલ હતી.

રિપોર્ટ : હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.