સોના – ચાંદીના દાગીના સહિત 4. 94 લાખની મત્તાની ચોરી.
શહેરમાં પોલીસ તંત્રની ઉંઘ હરામ કરી રહેલા તસ્કરોએ ગોવા ફરવા ગયેલા ટ્રાન્સપોર્ટ વેપારીના રેસકોર્સ દ્વારીકા સોસાયટીના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું . અને ઘરના મુખ્ય દરવાજાની લોખંડની જાળીના તાળાં તોડી પ્રવેશેલા તસ્કરો રોકડ , સોના - ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપિયા 4. 94 લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા . ગોત્રી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે . ગોવાથી પરત ફરેલા પરિવારે મકાનના તાળાં તૂટેલા જોતા ચોંકી ગયુ મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલી દ્વારિકા સોસાયટીમાં ધીરેનકુમાર પટેલ પરિવાર સાથે રહે છે . અને શહેરના વી . આઇ . પી . રોડ ખાતે ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવે છે . છેલ્લા એક વર્ષથી તેમના મકાનનું રીનોવેશનનું કામ ચાલતું હોવાથી તેઓ તેઓના ઘરની સામેના મકાનમાં ભાડેથી રહે છે . તા . 25 જૂનના રોજ તેઓ મકાનને તાળું મારી પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતા . અને બુધવારે પરત ફર્યા હતાં .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.