ગોવા ફરવાનું ભારે પડ્યું: બંધ મકાનમાંથી ચોરો રૂ. પાંચ લાખની મત્તા ચોરી ગયા
વડોદરા,તા.30 જુન 2022,ગુરૂવારગોવા ફરવા ગયેલા ટ્રાન્સપોર્ટ વેપારીના રેસકોર્સ દ્વારિકા સોસાયટીના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો મકાનના તાળા તોડી તિજોરીના લોકરમાંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સહિત ૪.૯૪ લાખ ઉપરાંતની મત્તા ચોરી નાસી છૂટતા ફરિયાદના આધારે ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં આવેલી દ્વારિકા સોસાયટીમાં રહેતા ધીરેનકુમાર પટેલ વીઆઇપી રોડ ખાતે ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવે છે. છેલ્લા એક વર્ષથીતેમના મકાનનું રીનોવેશન કામ ચાલતું હોય તેઓ ઘરની સામેના મકાનમાં રહેતા હતા. 25 જૂનના રોજ તેઓ મકાનને તાળું મારી પરિવાર સાથે ગોવા ફરવા ગયા હતા. જ્યાંથી ગઈકાલે પરત ફરતાં મકાનના તાળા તૂટેલા નજરે ચડયા હતા. ઘરમાં તમાકુ ગુટકાના પાઉચ નજરે ચડ્યા હતા . અને પહેલા માળની લોખંડની જાળી પણ ખુલ્લી નજરે ચડતા ચોરી થયાની જાણ થઈ હતી. તપાસ કરતા અજાણ્યા તસ્કરો તિજોરીના લોકર માંથી ૧.૨૦ લાખની કિંમતની સોનાની ત્રણ વીટી, 1.75 લાખ કિંમતનું સોનાનું કડુ, ૫૨,૫૦૦ ની કિંમતની સોનાની ચેન, 1.5 લાખની કિંમતના બે સોનાના મંગળસૂત્ર અને રોકડા રૂપિયા 15 હજાર તેમજ અન્ય એક તિજોરીમાંથી રોકડા રૂપિયા ૧૭ હજાર મળી કુલ ૪,૯૪,૫૦૦ ની મતા ચોરી નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.