રાજકોટમાં ‘દુકાન બંધ કરી દે, અમે આવીએ એટલે બંધ કરી દેવી’ કહેતા દુકાનદાર અંદર પુરાયો, 4 શખસે શટર ઉંચકાવી માર મારી છરી ઝીંકી - At This Time

રાજકોટમાં ‘દુકાન બંધ કરી દે, અમે આવીએ એટલે બંધ કરી દેવી’ કહેતા દુકાનદાર અંદર પુરાયો, 4 શખસે શટર ઉંચકાવી માર મારી છરી ઝીંકી


રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસ ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ જેને પોલીસથી ડરવું જ નથી એવા શખસો ગમે ત્યારે કાયદાના ડર વગર ખુલ્લેઆમ ગુંડાગીરી કરે છે. શહેરના કાલાવડ રોડ પર પાન એન્ડ કોલ્ડ્રીંક્સની દુકાન ધરાવતો યુવાન રાતે એકાદ વાગ્યા પછી દુકાન બંધ કરવાની તૈયારીમાં હતાં ત્યાં જ દુકાન ઉપરના જ ફ્લેટમાં રહેતાં ચારેક શખસ છરી-ધોકા સાથે ધસી આવ્યા હતા. ‘દુકાન બંધ કરી દે, અમે આવીએ એટલે બંધ કરી જ દેવાની’ કહી માર મારી સાથળના ભાગે છરી ઝીંકી દઇ આતંક મચાવ્યો હતો. 

વેપારી યુવાન ઓચિંતા હુમલાથી પોતાની દુકાનમાં પૂરાઇ જતાં આ શખસોએ પાંચ મિનીટ સુધી શટર પર ધોકા-ધૂંબા મારી શટર ખોલાવી ફરીથી મારકૂટ કરી આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.