પંજાબ સરકાર વિધાનસભામાં અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રસ્તાવ લાવશે - At This Time

પંજાબ સરકાર વિધાનસભામાં અગ્નિપથ યોજના વિરુદ્ધ પ્રસ્તાવ લાવશે


ચંદીગઢ, તા. 29 જૂન 2022 બુધવારપંજાબ વિધાનસભામાં મુખ્યમંત્રી ભગવંત માને મંગળવારે કહ્યુ કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત અગ્નિપથ યોજનાનો વિરોધ કરવા માટે રાજ્ય સરકાર જલ્દી જ પ્રસ્તાવ લાવશે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા પ્રતાપ સિંહ બાજવાએ રાજ્ય વિધાનસભામાં આ માગ ઉઠાવી હતી, જેને સીએમ ભગવંત માને સ્વીકારી છે. સાથે જ કેન્દ્ર સરકારની યોજના વિરુદ્ધ એક સર્વદળીય પ્રસ્તાવ લાવવાનુ પણ વચન આપ્યુ. પ્રસ્તાવ 30 જૂને વિધાનસભામાં રજૂ કરાશે.મુખ્યમંત્રીએ કહ્યુ કે જ્યારે પણ કોઈ કાયદો કેન્દ્ર સરકાર બનાવે છે, તેણે ઘણા વર્ગોના વિરોધનો સામનો કરવો પડે છે આખરે આવુ કેમ છે? પહેલા નોટબંધી અને જીએસટી લાવવા મુદ્દે વેપારીઓએ વિરોધ કર્યો. જે બાદ કૃષિ કાયદા અને CAA નો પણ વિરોધ થયો. દર વખતે વિરોધ થવા પર સરકાર એ તર્ક આપે છે કે સંબંધિત કાયદો લોકોને સમજાયો નથી. શુ દરેક બાબતની સમજણ માત્ર તેમને જ છે?સીએમએ વધુમાં કહ્યુ, તેઓ અગ્નિપથ યોજનાની બિલકુલ વિરુદ્ધ છે. આ ખૂબ દુખદ છે કે 17 વર્ષનુ એક બાળક લશ્કરમાં જશે અને 21 વર્ષે ભૂતપૂર્વ આર્મી બની જશે. આ ઉંમરે તો તેના લગ્ન પણ નહીં થયા હોય. તે લશ્કરમાંથી બહાર આવ્યા બાદ કેન્ટીનમાંથી સામાન લેવાની સુવિધા પણ લઈ શકશે નહીં. યુવાનો આકરી મહેનત કર્યા બાદ લશ્કરમાં જોડાય છે અને લગભગ 35 વર્ષની ઉંમર સુધી નોકરી કરે છે જ્યારે નવી યોજના હેઠળ તેમને આટલી જ મહેનત બાદ માત્ર 4 વર્ષ બાદ જ લશ્કરમાંથી દૂર થઈ જવુ પડશે.કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી આ સ્કીમ આપણા નવ યુવાનના ભવિષ્ય સાથે રમત રમ્યા સિવાય બીજુ કંઈ પણ નથી. અમે અમારા નવયુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ યોજના વિરુદ્ધ ખૂબ જલ્દી વિધાનસભામાં પ્રસ્તાવ લઈને આવીશુ. સાથે જ કહ્યુ કે મારી અપીલ છે કે તમામ પાર્ટીઓ અમારી આ માંગને લઈને અમારુ સમર્થન કરે.બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પ્રસ્તાવનો આકરો વિરોધ કરતા કહ્યુ કે આ મુદ્દે સદનને ગુમરાહ કરવામાં આવી રહ્યુ છે. આ મુદ્દે કોંગ્રેસ નેતાઓ અને ભાજપની વચ્ચે પણ બોલાચાલી થઈ.CM Bhagwant Mann has said that state govt will soon bring a resolution in State assembly to oppose Agnipath scheme.“Agnipath is a whimsical & irrational move of NDA govt which will destroy basic fabric of the Indian Army,” said CM while replying to issue raised by LoP: Punjab CMO pic.twitter.com/zrAXcjH63j— ANI (@ANI) June 28, 2022


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.