ઈન્ડિયન કોસ્ટગાર્ડમાં ALH MK-3 હેલિકોપ્ટર સામેલ કરાયુ
નવી દિલ્હી, તા. 29 જૂન 2022 બુધવારગુજરાતના પોરબંદર સ્થિત એર એન્ક્લેવમાં એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર એમકે-3 ના 835 સ્ક્વૉડ્રનને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં સામેલ કરાયુ. આ હેલિકોપ્ટરને દેશમાં જ બનાવાયુ છે. આ સ્વદેશી ALH MK-3 હેલિકોપ્ટરને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ બનાવ્યુ છે. તેમાં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર સાથે અદ્યતન રડાર, શક્તિ એન્જિન, ફુલ ગ્લાસ કોકપિટ, ઉચ્ચ-તીવ્રતાની સર્ચલાઇટ્સ, અદ્યતન સંચાર પ્રણાલી, ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ સાથે SAR હોમર જેવા અત્યાધુનિક સાધનો છે.આ વિશેષતાઓ કોસ્ટ ગાર્ડને સમુદ્રની દેખરેખ રાખવાની સાથે-સાથે દિવસ અને રાતે સર્ચ એન્ડ રિકોન્સેન્સ કરવામાં સક્ષણ કરે છે. આ સિવાય આ હેલિકોપ્ટરમાં ભારે મશીન ગન તો છે જ. આ સિવાય આ હેલિકોપ્ટર કોઈ પણ સમયે ઉડનારી ICUમાં બદલી શકાય છે. અત્યાર સુધી 13 ALH MK-III હેલિકોપ્ટર તબક્કાવાર ઈન્ડિયન કોસ્ટગાર્ડમાં સામેલ કરાયા છે. જેમાંથી ચાર હેલિકોપ્ટર પોરબંદરમાં તૈનાત છે. સર્વિસમાં સામેલ થયા બાદથી સ્ક્વાડ્રને 1,200 કલાકથી વધારે સમય સુધી ઉડાન ભરી છે. સાથે જ દીવ કિનારે પહેલીવાર રાત્રે એસએઆર સહિત કેટલાય મિશનનુ સંચાલન કર્યુ છે. કમાન્ડન્ટ સુનીલ દત્ત પાસે આ 835 સ્ક્વાડ્રનની કમાન છે. અગાઉ ALH MK-2 ઈન્ડિયન મિલિટ્રીની ત્રણેય સેનાઓ પાસે છે. ઈન્ડિયન એરફોર્સ પાસે 107, ઈન્ડિયન આર્મી પાસે 191 અને નેવી પાસે 14 હેલિકોપ્ટર છે. નેવીએ 11 અને આર્મીએ 73 હેલિકોપ્ટર વધુ ઓર્ડર કર્યા છે. આને બે પાયલટ ઉડાવે છે. જેમાં 12 જવાન બેસી શકે છે. 52.1 ફૂટ લાંબા આ હેલિકોપ્ટરની ઊંચાઈ 16.4 ફૂટ છે. આની ગતિ 291 કિમી પ્રતિ કલાક છે. આ એકવારમાં 630 કિમી સુધી ઉડાન ભરી શકે છે. 20 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે.#WATCH | Indian Coast Guard chief VS Pathania flies the latest ALH Mark 3 helicopter and lands it on a warship in the Arabian Sea off the Gujarat coast in Porbandar pic.twitter.com/rpT5PAXyan— ANI (@ANI) June 29, 2022
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.