'ગબ્બર સિંહ ટેક્સ' બની ગયો 'ગૃહસ્થી સર્વનાશ ટેક્સ', રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર - At This Time

‘ગબ્બર સિંહ ટેક્સ’ બની ગયો ‘ગૃહસ્થી સર્વનાશ ટેક્સ’, રાહુલ ગાંધીનો PM મોદી પર પ્રહાર


નવી દિલ્હી, તા. 29 જૂન 2022, બુધવારકોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખાદ્યપદાર્થોથી લઈને હોટલ રોકાણ સુધીની દરેક વસ્તુ પર ટેક્સ વધારવા માટે પ્રહારો કર્યા છે અને આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાનનો 'ગબ્બર સિંહ ટેક્સ' હવે 'ગૃહસ્થિ સર્વનાશ ટેક્સ'નું સ્વરૂપ લઈ રહ્યો છે.રાહુલ ગાંધીએ ટ્વીટર પર કહ્યું હતું કે, આવક અને રોજગારમાં ઘટાડો મોંઘવારીના વધતા ઝટકાની ટોચ પર છે. વડાપ્રધાનના 'ગબ્બર સિંહ ટેક્સ'એ હવે 'ગૃહસ્થી સર્વનાશ ટેક્સ'નું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું હતું કે, ખાદ્ય ચીજવસ્તુઓ, શિક્ષણ અને હોટલમાં રહેવાની સગવડ મોંઘી થઈ ગઈ છે. કોંગ્રેસના ભૂતપૂર્વ વડાએ 'જીએસટી'(GST)ને 'ગબ્બર સિંહ ટેક્સ' ગણાવ્યો હતો.નોંધનીય છે કે, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણની આગેવાની હેઠળના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓનો પેનલને GSTમાંથી મુક્તિની સમીક્ષા કરવાની GoMની ભલામણને સ્વીકારી છે. આ હેઠળ, પ્રી-પેકેજ અને લેબલ થયેલ માંસ, માછલી, દહીં, ચીઝ, મધ, સૂકા ફળો, સૂકા મખાના, ઘઉં અને અન્ય અનાજ, ઘઉંનો લોટ, ગોળ, મુરમુરા (મુરી), તમામ માલસામાન અને જૈવિક ખાતર અને કોયર પીઠ ખાતરને GSTમાંથી કોઈ છૂટ નહીં મળે અને હવે તેના પર 5 ટકા ટેક્સ લાગશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.