ઉદયપુર હત્યાકાંડ: NIAએ UAPA અતંર્ગત કન્હૈયાલાલની હત્યાનો કેસ નોંધ્યો
- રાજસ્થાન પોલીસે ઘટનાના 6-7 કલાક બાદ આપોરી રિયાઝ અંસારી અને મોહમ્મદ ગૌસની રાજસમંદ જિલ્લામાંથી ધરપકડ કરી લીધી હતીનવી દિલ્હી, તા. 29 જૂન 2022, બુધવારરાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ ઉદયપુરમાં એક દરજી કન્હૈયાલાલની હત્યા મામલે આતંકવાદ વિરોધી અધિનિયમ UAPA અતંર્ગત ફરીથી કેસ નોંધ્યો છે. આ જાણકારી NIAના પ્રવક્તાએ આપી છે. તેમણે કહ્યું કે, NIAએ રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ તેલીની હત્યાની ઘટનામાં કેસ નોંધ્યો છે. NIAની ટીમ ઉદયપુર પહોંચી ચૂકી છે અને આ મામલાની તાત્કાલિક તપાસ માટે આવશ્યક કાર્યવાહી શરૂ કરી દીધી છે. રાજસ્થાન પોલીસે ઘટનાના 6-7 કલાક બાદ આપોરી રિયાઝ અંસારી અને મોહમ્મદ ગૌસની રાજસમંદ જિલ્લામાંથી ધરપકડ કરી લીધી હતી. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ દરજી કન્હૈયાલાલની નિર્દયતાપૂર્વક કરવામાં આવેલી હત્યા બાદ સમગ્ર રાજસ્થાનમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. ઉદયપુરમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. ઉદયપુરમાં પોતાની જ દુકાનમાં હત્યાનો શિકાર બનેલા કન્હૈયાલાલના પત્ની યશોદાએ આરોપીઓને ફાસી આપવાની માગણી કરી છે. યશોદાનું કહેવું છે કે, 15 દિવસથી તેમને નારી નાખવાની ધમકી મળી રહી હતી. બીજી તરફ કન્હૈયાલાલની ભાણેજે પણ ન્યાયની માગણી કરી છે. NIAએ કહ્યું કે, આરોપીઓએ ન માત્ર હથિયારોથી અનેક ઈજાઓ પહોંચાડી છે પરંતુ આ ગુનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને સમગ્ર દેશમાં આતંકવાદ વધારવાનો પ્રયત્ન કર્યો છે. આ આરોપીઓએ વીડિયોમાં આ ગુનાની જવાબદારી પણ લીધી છે. આરોપીઓએ આ અગાઉ પણ કન્હૈયાલાલની હત્યા કરવાની ધમકી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.