કનૈયાલાલના હત્યારા રિયાઝના 9 ભાઈ-બહેન છે, પરિવાર સાથે વર્ષોથી સંપર્ક કપાઈ ગયેલો છે
નવી દિલ્હી,તા 29 જૂન 2022,બુધવારનુપુર શર્માને સમર્થન આપવા બદલ રાજસ્થાનના ઉદેપુરમાં કનૈયાલાલ નામના ટેલરની થયેલી હત્યા બાદ આખા દેશમાં આક્રોશ છે.કનૈયાલાલનુ ગળુ કાપીને હત્યા કરનારા બે હત્યારાઓ પૈકી મહોમ્મદ રિયાઝ ભીલવાડા જિલ્લાનો રહેવાસી છે અને તેને બીજા 9 ભાઈ બહેન છે.આ પૈકી ત્રણ ભાઈઓના મોત થઈ ચુકયા છે.રિયાઝના પિતા અબ્દુલ જબ્બાર મૂળ તો જેસલમેર જિલ્લાના લુહાર હતા.એ પછી તેમનો પરિવાર ભીલવાડા અને અજમેરમાં વસ્યો હતો.2001માં પિતાના મોત બાદ રિયાઝ ઉદેપુર રહેવા આવી ગયો હતો.પરિવાર સાથે તેનો સબંધ લગભગ કપાઈ ચુકયો છે. તે તેના એક ભાઈનુ મોત થયુ ત્યારે ઘરે પણ આવ્યો નહોતો.ભિલવાડામાં રહેતા તેના એક ભાઈએ કહ્યુ હતુ કે, રિયાઝ ભાઈ બહેનોમાં 10મા નંબરનુ સંતાન છે. તે ઉદેપુરમાં જ રહેતો હતો અને તે શું કામ કરતો હતો તે પણ મને ખબર નથી.અમારા વર્ષોથી તેની સાથે સંપર્ક નથી.રિયાઝના એક ભત્રીજાએ એક ન્યૂઝ ચેનલને જાણકારી આપતા કહ્યુ હતુ કે, રિયાઝના કૃત્યથી ભિલવાડામાં અમારી બદનામી થઈ છે. અમારા મહોલ્લામાં હિન્દુઓ પણ રહે છે અને અમને ક્યારેય કોઈ તકલીફ નથી થઈ. કાકાએ જે ગુનો કર્યો છે તેનાથી અમે શરમમાં મુકાઈ ગયા છે.દરમિયાન ભિલવાડા પોલીસે રિયાઝના ભાઈઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં તકેદારીના ભાગરુપે સુરક્ષા વધારી દીધી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.