ઉદેપુર હત્યાકાંડઃ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે જોડાયેલા છે આરોપીઓ, જાણો શું કામ કરે છે આ સંગઠન
નવી દિલ્હી,તા 29 જૂન 2022,બુધવારરાજસ્થાનના ઉદેપુરમાં ટેલર કનૈયાલાલની નુપુર શર્માને સમર્થન આપવા બદલ ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી છે.આ હત્યાકાંડના બે આરોપીઓનુ પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યુ છે.એવુ કહેવાઈ રહ્યુ છે કે, બંને આરોપીઓ પાકિસ્તાનના સંગઠન દાવત એ ઈસ્લામી સાથે જોડાયેલા છે. જે 100 કરતા વધારે દેશોમાં સક્રીય છે અને ઈસ્લામના પ્રચાર પ્રસાર માટે સંખ્યાબંધ ઓનલાઈન કોર્સ પણ ચલાવે છે.રાતોરાત ચર્ચામાં આવેલા દાવત એ ઈસ્લામી સંગઠન અંગે વધારે જાણકારી આ પ્રમાણે છે.1981માં પાકિસ્તાનના કરાચીમાં મૌલાના અબુ બિલાલ મહોમ્મદ ઈલિયાસે તેની સ્થાપના કરી હતી.ભારતમાં ચાર દાયકાથી સંગઠન સક્રિય છે અને ઈસ્લામિક શિક્ષણ આપવુ તેમજ શરિયા કાયદાનો પ્રચાર કરવો તેના મુખ્ય હેતુ છે.આ સમયે 100 કરતા વધારે દેશોમાં તેનુ નેટવર્ક ફેલાયેલુ છે.તેની વેબસાઈટ પર 32 પ્રકારના ઓનલાઈન કોર્સ ઉપલબ્ધ છે.જેમાં મહિલાઓ અને પુરુષો માટેના અલગ અલગ કોર્સનો સમાવેશ થાય છે.સંગઠન પર ઘણી વખત ધર્માંતરણના આરોપ પણ લાગેલા છે.જેને લગતો એક કોર્સ પણ તેની વેબસાઈટ પર ઉલબ્ધ છે.જે ધર્માંતરણ કરનારા નવા મુસ્લિમોને ઈસ્લામી શિક્ષણ આપે છે.મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે, કનૈયાલાલના હત્યારા મહોમ્મદ રિયાઝ અને ગૌસ મહોમ્મદ દાવત એ ઈસ્લામી સંગઠન સાથે જોડાયેલા છે.તેમણે આ સંસ્થાનો ઓનલાઈન કોર્સ પણ કરેલો છે.ભારતમાં દાવત એ ઈસ્લામી સંગઠન 1989થી કાર્યરત છે. મુંબઈ અને દિલ્હીમાં તેના હેડક્વાર્ટર છે અને તેના સભ્યો મોટા ભાગે લીલા રંગની પાઘડી બાંધે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.