નિવૃત્ત ASI પુત્રે દસ્તાવેજ ન કરી 54 લાખની છેતરપિંડી કરી
એક વર્ષ પૂર્વે ક્રાઇમ બ્રાંચમાં કરેલી અરજીના પગલે ફરિયાદ નોંધાઇ.
છેતરપિંડીના બનાવોની અરજીના આધારે તપાસ કરવાને બદલે તુરંત ફરિયાદ નોંધવાના આદેશને પગલે શહેર પોલીસમાં થયેલી છેતરપિંડીની અરજીઓની ફરિયાદ નોંધવાનું શરૂ કર્યું છે. આવા જ એક વધુ છેતરપિંડીના બનાવમાં નિવૃત્ત એએસઆઇના પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. યુનિવર્સિટી પોલીસે દોઢસો ફૂટ રિંગ રોડ, ચંદ્રપાર્ક-2માં રહેતા જયશ્રીબેન પ્રકાશભાઇ પુરોહિત નામના મહિલાની ફરિયાદ પરથી નિર્મલા સ્કૂલ સામે અક્ષરવાડી-2માં રહેતા નિવૃત્ત એએસઆઇના પુત્ર અજયસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા સામે આઇપીસી 406, 420, 120(બી)ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.