બંગાળ-રાજસ્થાનમાં પણ મહારાષ્ટ્રવાળી ? બીજેપીના નેતાએ કર્યો મોટો દાવો- અમારે કઈં કરવાની જરૂર જ નહિ રહે
નવી દિલ્હી, તા. 28 જૂન 2022, મંગળવાર મહારાષ્ટ્રમાં રાજકીય ઊથલપાથલ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા શુભેંદુ અધિકારીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારની પણ હાલત કંઇક મહારાષ્ટ્રવાળી જ થવાની છે. આટલુ જ નહી તેનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ તે પડી જશે. અધિકારીએ એમ પણ કહ્યું કે,મહારાષ્ટ્ર પછી બિન-ભાજપ શાસિત રાજ્યો ઝારખંડ અને રાજસ્થાન પછી બંગાળનો જ નંબર લાગશે. ભાજપના નેતાના આ નિવેદન પર તૃણમૂલ કોંગ્રેસ તરફથી આકરી પ્રતિક્રિયા આવી છે.પાર્ટીએ કહ્યું કે,વિધાનસભા ચૂંટણીમાં પોતાની હારથી નિરાશ થયેલી ભાજપા સત્તા મેળવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. કૂચ બિહાર જિલ્લામાં એક રેલીને સંબોધિત કરતા અધિકારીએ કહ્યું કે"પહેલા મહારાષ્ટ્રની સ્થિતિનો ઉકેલ લાવવો જોઈએ. ત્યારપછી ઝારખંડ અને રાજસ્થાન અને પછી પશ્ચિમ બંગાળનો નંબર આવશે. તેમની તૃણમૂલ કોંગ્રેસની પણ કંઇક આવી જ હાલત થવાની છે. આ સરકાર 2024માં જ બહાર થઇ જશે. 'ભાજપ સત્તા માટે કોઈપણ હદે જવા તૈયાર'તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ કુણાલ ઘોષે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ગત વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર હારમાંથી હજુ સુધી બહાર નથી આવી શકી જેથી ભાજપ સત્તા મેળવવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર દેખાઇ રહી છે, આટલો પ્રચાર પ્રસાર કર્યા છતાં ભાજપને ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો,તેથી ભાજપ સરકાર સત્તા મેળવવા માટે કોઇ પણ હદ વટાવી શકે છે. આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે,અધિકારીના નિવેદનો સ્પષ્ટપણે દર્શાવે છે કે, મહારાષ્ટ્રમાં ભાજપે આ રાજકીય સંકટ સર્જ્યું છે, દેશની જનતા તેને જડબાતોડ જવાબ આપશે."
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.