LLB પ્રવેશ માટે આજથી રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ - At This Time

LLB પ્રવેશ માટે આજથી રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ


અમદાવાદગુજરાત યુનિ.દ્વારા
ત્રણ વર્ષના રેગ્યુલર એલએલબી કોર્સ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામા
આવી છે.આવતીકાલે ૨૮મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ થશે અને જે પાંચમી જુલાઈ સુધી ચાલશે.ગ્રેજ્યુએશન પછીના
ત્રણ વર્ષના રેગ્યુલર એલએલબી માટે યુનિ.ની પ્રવેશ સમિતિ દ્વારા આજે પ્રવેશ કાર્યક્રમ
જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ ૨૮ જુનથી પાંચ જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ચોઈસ
ફિલિંગ થશે અને ૯મીએ પ્રોવિઝનલ મેરિટ જાહેર થશે. ૧૩ જુલાઈએ ફાઈનલ મેરિટ સાથે પ્રથમ
રાઉન્ડનુ સીટ એલોટમેન્ટ જાહેર થશે. જેમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ ૧૪થી૧૫ જુલાઈ
સુધીમાં ફી ભરી અને ૧૬મી સુધીમા કોલેજ રિપોર્ટિંગ કરાવી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.
૧૭મી જુલાઈએ
રીશફલિગ રાઉન્ડ અંતર્ગત ચોઈસ ફિલિંગ થશે. ૧૯મીએ રીશફલિંગ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ
જાહેર થશે. ૨૨મીથી એલએલબીમાં શિક્ષણકાર્ય શરૃ થશે.  ગુજરાત યુનિ.સંલગ્ન ૨૧ કોલેજોમાં ૩૫૦૦ બેઠકો
છે. ૨૧ કોલેજોમાં અમદાવાદની ૧૩ ,પાંચ ગાંધીનગરની અને ત્રણ કલોલની કોલેજો
છે. આ વર્ષે પણ ૩૦ વર્ષથી વધુની ઉંમરના ઉમેદવારોને બાયંધરીના આધારે પ્રવેશ આપવામા
આવશે.

        


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.