પ્રેમીના પ્રેમમાં અંધ માતાએ 6 વર્ષના પુત્રની હત્યા કરી
- ગળા ફાંસો આપી પુત્રની લાશને થાંભલા પર લટકાવી દીધીવડોદરા તા.28 જુન 2022,મંગળવારસાવલી તાલુકાના પસવા ગામમાં રહેતી સુમિત્રા પરમાર વેજલપુર ગામમાં રહેતા કિશન મનહર રાવળ સાથે લગ્નેતર સંબધો રાખતી હતી. પત્નીના અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધોની જાણ પતિ મુકેશને થતા તેને પત્નીને ઠપકો આપતા પત્નીએ બધાને મારી નાખી પ્રેમી સાથે ભાગી જવાની ધમકી આપી.આ ઘટના બાદ સુમિત્રા તેના 6 વર્ષનાં માસૂમ પુત્ર પ્રિન્સને ઘેરથી લઈ ગઈ હતી અને પુત્રની કોઈ કપડાથી ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ પુત્રની લાશને કેનાલ પાસેના થાંભલા પર લટકાવી માતા ફરાર થઈ ગઈ હતી. આ અંગે સાવલી પોલીસ સ્ટેશનમાં પુત્રની હત્યા કરનાર માતા અને તેના પ્રેમી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.