બાલાસિનોર રૈયોલી ડાયનાસોર મ્યુઝિયમ માટે જિલ્લાના વડામથક લુણાવાડાથી બસની કોઈ સુવિધા નથી
મહિસાગર જિલ્લાના બાલાસિનોર થી 12 કિલોમીટર જેટલું અંતર છે જ્યારે જિલ્લાનું વડુ મથક લુણાવાડા થી લગભગ 50 કિલોમીટર નું અંતર રૈયોલી પહોંચવા માટે અવરજવરની સુવિધાઓ નહિવત હોવાથી પ્રવાસીઓને મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડે છે.નવાઈની વાત એ છે કે ફેઝ-રનું લોકાર્પણ થઈ રહ્યું છે પણ જિલ્લા મથક થી. હજુ સુધી કોઈ બસ સુવિધા શરૂ કરવામાં આવી નથી. ડાયનાસોર ની મુલાકાતે આવતા પ્રવાસીઓ. સંશોધનકર્તા પેલિયોન્ટોલોજિસ્ટને પ્રાથમિક સુવિધાઓ અને આર્ષણનું કેન્દ્ર બની રહે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અગાઉ તૈયાર કરવામાં
આવેલ. ઇન્ટરપ્રીટેશન સેન્ટરની
અંદર ડાયનાસીર મ્યુઝિયમ ફ્રેઝ-૧
રાજ્ય સરકાર દ્વારા રૂ.૭ કરોડના
ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું.
ફૈઝ ૨ મ્યુશ્ચિમનું નિર્મલ થતાં
હવે વિશ્વના પ્રવાસના નકશેઑ
ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે
આ મ્યુઝિયમ પણ ચમકવાની સાથે
વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર
ભૂમિકા નિભાવવામાં મહત્વનું બની
રહેશે,પરંતુ આ મ્યુઝિશ્ચમ સ્થળે
પ્રવાસીઓને પહોંચવા માટે
અવરજવરની સુવિધાઓ નહિવત
જોવા મળ રહી છે .જેના પગલે
પ્રવાસીઓને ખાનગી વાહનોમાં આ
સ્થળે પહોંચવું પડે છે. બાલાસિનોર
ખાતેથી દિવસ દરમિયાન ચાર
જેટલી લોકલ બસના સમય છે પરંતુ અમદાવાદ થી વડોદરા થી આણંદ થી નડીયાદ થી નાઈટ બસની સુવિધા નથી અને
જિલ્લા મથક લુણાવાડાથી કોઈ બસ
સુવિધા નથી. તો અમદાવાદ
ગાંધીનગર, વડોદરાથી એક્સપ્રેસ
બસ સુવિધા નથી. પ્રવાસન સ્થળે
અવર જવરની વિશેષ બસોના રુટનું
આયોજન થાય અથવા પ્રવાસન સ્થળમાટે રજાના દિવસોએ સ્પેશિયલ
બસોનું આયોજન થાય તે જરૂરી
છે.માલમાં પ્રવાસીઓને ખાનગી
વાહનોનો ઉપયોગ કરવો પડે છે. વધુમાં પ્રવાસીઓની લોક માંગ મુજબ જિલ્લાના વડામથક લુણાવાડા ની આજુબાજુમાં કલેશ્વરી સંતરામપુર તાલુકાનું માનગઢ કડાણા તાલુકા નું કડાણા ડેમ જેવા પ્રવાસન સ્થળો હોય પ્રવાસન સ્થળો થી પ્રવાસન સ્થળ ને જોડતો તેમજ રાજ્યના પાટનગર ગાંધીનગર સુધી બસ સેવાનો લાભ મળે તો દેવ ચોકડી થઈ ડાયનાસોર પાર્ક વણઝારીયા કપડવંજ તેમજ દહેગામ થઈને અમદાવાદ ગાંધીનગર સુધી પ્રવાસીઓની અવર-જવર થઈ શકે તેમ છે
પ્રવાસીઓની લોક માંગ મુજબ લુણાવાડા ગાંધીનગર તેમજ લુણાવાડા અમદાવાદ જેવા લોકલ બસ સેવાના ઓછામાં ઓછા ચાર રૂઠ ચાલુ કરવામાં આવે
તેમજ સંતરામપુર કડાણા ના પણ બસ ના રૂટો ચાલુ કરવામાં આવે
પ્રવાસન સ્થળોમાં સાપુતારા બાલાસિનોર બસ સેવા છે તે પણ રૈયોલી સાપુતારા લંબાવવામાં આવે આણંદ નડિયાદ ના રૂટ પણ એક એક ચાલુ કરવામાં આવે તેમજ અરવલ્લી જિલ્લામાંથી બાયડ પાવાગઢ જેવા બે થી ત્રણ બસ રૂટ ચાલુ કરવામાં આવે તેવી પ્રજાજનો માંગ છે
આ બસ રૂટો ચાલુ કરવાથી ડાયનાસોર ફોસિલ પાર્ક ને વધુ પ્રોત્સાહન મળશે અને પ્રવાસીઓને સગવડ મળશે તેમ ગ્રામજનો જણાવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.